Home /News /entertainment /

Prabhasના ચાહકે પત્ર લખી આપઘાતની ધમકી આપી, કારણ જાણી થઈ જશો ચકિત, સ્યુસાઇડ નોટ થઈ વાયરલ

Prabhasના ચાહકે પત્ર લખી આપઘાતની ધમકી આપી, કારણ જાણી થઈ જશો ચકિત, સ્યુસાઇડ નોટ થઈ વાયરલ

પ્રભાસનાં ચાહકે લખી ચિઠ્ઠી, આપી આત્મહત્યાની ધમકી

Fan Wants Salaar Updates: પ્રભાસનો એક વિચિત્ર ચાહક (Prabhas fan) સામે આવ્યો છે. પ્રભાસના આ ચાહકે તેની આવનારી ફિલ્મોની અપડેટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં તેણે સ્યુસાઇડ નોટ પણ લખી છે અને આ લેટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ને ચાહકોની સંખ્યા કરોડોમાં છે. બાહુબલી (Bahubali) મૂવી બાદ તે ઘરે ઘરે જાણીતો કલાકાર બની ગયો છે. ચાહકો તેની ઝલક જોવા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. આવી સ્થિતિમાં પ્રભાસનો એક વિચિત્ર ચાહક (Prabhas fan) સામે આવ્યો છે. પ્રભાસના આ ચાહકે તેની આવનારી ફિલ્મોની અપડેટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં તેણે સ્યુસાઇડ નોટ પણ લખી છે અને આ લેટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફેન લાંબા સમયથી ફિલ્મ વિશે કોઈ અપડેટ શેર ના કરવા બદલ સાલારના મેકર્સ પર ગુસ્સે છે અને તેણે જીવ આપવાની ધમકી આપી છે.

    પ્રભાસને ધમકી આપનાર ચાહકે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સે પ્રભાસની અપકમિંગ ફિલ્મ સલાર વિશે ધમકી આપી છે. ફેને કહ્યું કે જો તેણે ફિલ્મ સાલાર વિશે કોઈ અપડેટ નહીં આપો તો હું મારો જીવ આપી દઈશ.








    View this post on Instagram






    A post shared by Prabhas (@actorprabhas)






    ચાહકે શું લખ્યું પત્રમાં?

    ચાહકે પત્રમાં લખ્યું છે કે, અમે પહેલાથી જ દુઃખી અને નિરાશ છીએ કારણ કે 'સાહો', 'રાધે શ્યામ' અને પ્રભાસની અગાઉની ફિલ્મો સાથે પણ આવું જ થયું હતું. જો આ મહિને અમને સાલારની ઝલક બતાવવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ. અમને સલારના અપડેટ્સની જરૂર છે. અગાઉ ડાયરેક્ટર પ્રશાંત નિલે કહ્યું હતું કે, સલાર અંગે ટૂંક સમયમાં અપડેટ આપવામાં આવશે. પરંતુ આ વાતને એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યા નથી. આ દરમિયાન ચાહકે આપેલી આત્મહત્યાની ધમકી મીડિયામાં છવાઈ ગઈ છે.

    ચાહકે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ


    અહીં નોંધનીય છે કે, સાલાર પ્રભાસની કારકિર્દીની સૌથી રોમાંચક અને હિંસક ફિલ્મ હશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન, દિશા પટાણી અને જગપતિ બાબુ જોવા મળશે. આ ફિલ્મને પ્રશાંત નીલે લખી છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    આ પણ વાંચો-Mahesh babu Trolled: 'તને ભલે બોલિવૂડ અફોર્ડ ન કરી શકે, પાન મસાલાવાળા કરી શકે છે'

    પ્રભાસે તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી એટલે એને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ તે 'પ્રોજેક્ટ K'નું શિડયુલ પૂરું કરશે. જેમાં તે દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. તે પૂર્ણ કર્યા પછી જ તેઓ સલારના સેટ પર તેની હાજરી આપશે. તે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Prabhas, Salaar, South Movie

    આગામી સમાચાર