Home /News /entertainment /

Prabhas : પ્રભાસના ચાહકે કરી આત્મહત્યા, નવી ફિલ્મ Radhe Shyam ના નેગેટિવ રીવ્યૂઝ કારણભૂત : રીપોર્ટ

Prabhas : પ્રભાસના ચાહકે કરી આત્મહત્યા, નવી ફિલ્મ Radhe Shyam ના નેગેટિવ રીવ્યૂઝ કારણભૂત : રીપોર્ટ

પ્રભાસના ફેને આત્મહત્યા કરી

પ્રભાસ (Prabhas) ની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ રાધે શ્યામ (Radhe Shyam) ને નકારાત્મક પ્રતિભાવો મળતાં રવિ (Ravi Teja) નારાજ થઈ ગયો હતો અને તેણે પોતાનો જીવ લેવાનું નક્કી કર્યું હતું. પ્રભાસે હજુ સુધી તેના ફેન્સની આત્મહત્યા (Prabhas Fan Suicide) અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી

વધુ જુઓ ...
    સાઉથના મેગાસ્ટાર પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) સ્ટારર ફિલ્મ રાધે શ્યામ (Film Radhe Shyam) 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની ફેન્સ લાંબા સમયથી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. રીલીઝ બાદ ફિલ્મ ઘણા લોકોને પસંદ આવી તો ઘણા લોકોએ નિરશાજનક ગણાવતા નેગેટિવ રીવ્યૂઝ પણ સામે આવ્યા હતા. આ વચ્ચે આંધ્રપ્રદેશના તિલકનગરમાંથી એક અપ્રિય ઘટના સામે આવી છે. ઇન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર પ્રભાસના ફેન રવિ તેજાએ સુસાઇડ (Prabhas Fan Suicide) કર્યુ છે.

    અહેવાલ મુજબ, બાહુબલી અભિનેતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ રાધે શ્યામને નકારાત્મક પ્રતિભાવો મળતાં રવિ નારાજ થઈ ગયો હતો અને તેણે પોતાનો જીવ લેવાનું નક્કી કર્યું હતું. પ્રભાસે હજુ સુધી તેના ફેન્સની આત્મહત્યા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    રાધા ક્રિષ્ન કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ રાધે શ્યામ લગભગ ત્રણ લાંબા વર્ષથી બની રહી હતી અને આ ફિલ્મ આખરે 11 માર્ચે થિયેટરોમાં ફેન્સની મોટી અપેક્ષાઓ વચ્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતા જ પ્રભાસના ચાહકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. દેશભરમાં થિએટરો પ્રભાસના ફેન્સથી હાઉસફુલ થઇ ગયા હતા.

    પરંતુ પ્રભાસના એક 24 વર્ષીય ફેન રવિ તેજાએ રાધેશ્યામ ફિલ્મ જોઇ અને તે ખૂબ નારાજ થઇ ગયા. ફિલ્મને ઘણા નેગેટિવ રીવ્યૂ મળતા રવિએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે પોતાની માતાને આ નિર્ણય વિશે જણાવ્યું, કારણ કે તેને લાગ્યું કે રાધે શ્યામ તેની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. પોલીસે આ મામલે હાલ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. રવિ તેજાના નિધનથી પ્રભાસના ચાહકો અને નેટીઝન્સ માટે ભારે આઘાત લાગ્યો હતો. તે કુર્નૂલમાં મજૂર હતો.

    ફિલ્મ રાધેશ્યામમાં પ્રભાસનું પાત્ર કંઇક એવું છે, જેની આગાહીઓ ક્યારેય ખોટી સાબિત થતી નથી. જોકે, ફિલ્મમાં પૂજા હેગડેના પ્રેમમાં પડ્યા બાદ સ્થિતિઓ બદલાય છે. ત્યારથી બંનેની લવ સ્ટોરી શરૂ થાય છે. પ્રભાસ અને પૂજા હેગડે ઉપરાંત, આ ફિલ્મમાં સચિન ખેડેકર, કુણાલ રોય કપૂર, પ્રિયદર્શી, મુરલી શર્મા, ભાગ્યશ્રી, સત્યન અને રિદ્ધિ કુમાર જેવા અન્ય કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.

    આ પણ વાંચોRadhe Shyam સ્ટાર Prabhas કરશે લવ મેરેજ, આ અભિનેતાને મળી ચુક્યા 5000 યુવતીઓના પ્રસ્તાવ

    ન્યૂઝ18ના આ ફિલ્મના રીવ્યૂમાં જણાવ્યા અનુસાર, "ફિલ્મમાં બે જરૂરી ચીજોનો અભાવ છે. પહેલી વાત તો એ છે કે પ્રભાસ અને પૂજા વચ્ચે કોઈ દેખાતી કેમેસ્ટ્રી નથી, ફિલ્મમાં તેમની લવ સ્ટોરી વચ્ચે કોમેડી સીન એડ કરવામાં આવે છે, જે જરાં પણ હાસ્યાસ્પદ લાગતા નથી. બીજી વાત આ લવ સ્ટોરી સ્પષ્ટ નથી. તેથી તેમાં કોઈ નવાઈ નથી કે બે કલાકથી વધુ સમય સુધી ચાલતી ગડબડ ફેન્સ આકર્ષવામાં નિષ્ફળ જાય છે. ફિલ્મમાં ઘણા એવા સીન અને પાત્રો છે, જેનો કોઇ અર્થ નથી.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Prabhas, Prabhas Films, Prabhas hindi Films, Prabhas Movies

    આગામી સમાચાર