એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક : પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો'નું સોન્ગ 'સાઇકો સૈયા' રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ ધ્વનિ ભાનુશાલીએ ગાયુ છે. તેનાં બોલ શ્રીજોએ લખ્યા છે. આ 'સાહો'નું પહેલું સોન્ગ છે. 2 મિનિટ 11 સેકેન્ડનાં આ સોન્ગમાં મ્યૂઝિક તનિષ્ક બાગચીએ કંપોઝ કર્યુ છે. સોન્ગમાં પ્રભાસ અને શ્રદ્ધાની ધાંસૂ કેમેસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. પ્રભાસનો કેઝ્યુઅલ લૂક પણ જામી રહ્યો છે. શ્રદ્ધા સિલ્વર શોર્ટ્સ ડ્રેસમાં ઘણી જ હોટ લાગે છે.
મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'સાહો'માં સુપરસ્ટાર પ્રભાસ તેનાં એક્શનનો દમખમ દેકાડતાં નજર આવશે. બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની સાથે સાહોમાં નજર આવે છે જે હિન્દી, તમિલ, તેલુગુ એમ ત્રણ ભાષાઓમાં શૂટ થઇ રહી છે. 'સાહો'માં પ્રભાસ અને શ્રદ્ધા ઉપરાંત નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા પણ નજર આવશે.
" isDesktop="true" id="887071" >
ગુલશન કુમારની ટી-સીરીઝ અને ભૂષણ કુમારની યુવી ક્રિએશન પ્રોડક્શનનાં બેનર હેઠળ સુજીતનાં ડિરેક્શનમાં 'સાહો' બની રહી છે. વાસમસી, પ્રમોદ અને વિક્રમ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ ફિલ્મ 15 ઓગષ્ટ 2019નાં રોજ રિલીઝ થશે. બાહુબલી બાદ પ્રભાસની આ બીજી ફિલ્મ છે જે હિન્દીમાં પણ રિલીઝ થશે. સૌ કોઇ પ્રભાસના આ એક્શન પેક અવતારની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.