Home /News /entertainment /

Adipurush First look : પ્રભાસની આદિપુરુષ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, રામનવમીએ જોવા મળશે ફર્સ્ટ લૂક

Adipurush First look : પ્રભાસની આદિપુરુષ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, રામનવમીએ જોવા મળશે ફર્સ્ટ લૂક

આદિપુરૂષનો ફર્સ્ટ લુક 10 તારીખે જોવા મળશે

Adipurush First look : પ્રભાસ (Prabhas) ની ફિલ્મ આદિપુરુષ (Adipurush) નો ફર્સ્ટ લુક 10 એપ્રિલે શ્રી રામ નવમી (Rama Navami) ના શુભ તહેવારે લોકો સમક્ષ મુકવામાં આવશે. સૈફ અલી ખાન (Saif Ali Khan) લંકાપતિ રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે

    Adipurush First look : એ વાતમાં કોઈ બે મત નથી કે ફિલ્મ આદિપુરુષ (Adipurush) તેલુગુ પ્રભાસની આદિપુરુષ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, રામનવમીએ જોવા મળશે ફર્સ્ટ લૂકસુપરસ્ટાર પ્રભાસ (Prabhas) ના ખૂબ જ એન્ટિસિપેટેડ પ્રોજેક્ટ્સમાંનો એક છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને મળતી માહિતી પ્રમાણે ફિલ્મ આદિપુરુષનો ફર્સ્ટ લુક 10 એપ્રિલે શ્રી રામ નવમી (Rama Navami) ના શુભ તહેવારે લોકો સમક્ષ મુકવામાં આવશે. જોકે તમામ ચર્ચાઓ વચ્ચે ફિલ્મના મેકર્સ તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.

    ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતીય મહાકાવ્ય રામાયણ (Ramayana) નું સિનેમેટિક એડેપ્શન છે, જણાવી દઈએ કે ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) એન્ટાગોનિસ્ટ તરીકેની ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે સૈફ લંકાપતિ રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેનું ઓનસ્ક્રીન નામ લંકેશ હશે. ફિલ્મમાં લીડરોલ રાઘવની ભૂમિકામાં પ્રભાસ અને તેની સાથે કૃતિ સેનન જાનકી અને સની સિંહ લક્ષ્મણની ભૂમિકા ભજવતા જોવા મળશે.

    આ માયથોલોજીકલ ડ્રામા ફિલ્મ ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા બેંકરોલ કરવામાં આવી છે. ફિલ્મનુ બજેટ રૂ. 300 કરોડ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં માત્ર 103 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

    બ્લોકબસ્ટર હિટ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર પછી આદિપુરુષ ડાયરેક્ટર ઓમની આ બીજી ફિલ્મ છે. તેમણે કાર્તિક આર્યન સાથે 3-ડી એક્શનર પણ લોન્ચ કર્યું છે.

    પ્રભાસ છેલ્લે ફિલ્મ રાધે શ્યામમાં જોવા મળ્યો હતો, જે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. બાહુબલી સિરીઝની અદ્ભૂત સફળતા બાદ ફેન્સને પ્રભાસ પાસેથી ઘણી આશાઓ છે. ફિલ્મ ફ્લોપ થયાની વાતો વચ્ચે રાધે શ્યામના નિર્માતાઓએ દાવો કર્યો હતો કે ફિલ્મે તેની રિલીઝના પ્રથમ 10 દિવસમાં વિશ્વભરમાં રૂ. 400 કરોડનું મોટું કલેક્શન કર્યું હતું, જો કે અન્ય કેટલીક રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનુ કલેક્શન રૂ. 120 કરોડ હતું.

    આ પણ વાંચોRRR થી લઈ Upiri, ટોલીવુડની મલ્ટીસ્ટારર ફિલ્મ, જાણો આ ફિલ્મોનું બોક્સઓફિસ પર કેવું રહ્યું પ્રદર્શન

    વર્ક ફ્રન્ટ પર આદિપુરુષ સિવાય પ્રભાસ પાસે નાગ અશ્વિનનો પ્રોજેક્ટ K ઈન પાઇપલાઇન પણ છે. આ ફિલ્મ પણ એક મેગા કેનવાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, આ પ્રોજેક્ટમાં દીપિકા પાદુકોણ મેઈન ફિમેલ લીડમાં છે. આ સાઈ-ફાઇ જોનર એ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત તેની પાસે KGF ડિરેક્ટર પ્રશાંત નીલ સાથે સલાર નામની નવી ફિલ્મ પણ છે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Prabhas, Prabhas Films, Prabhas hindi Films, Prabhas Movies, Saif ali khan, Upcoming Movies

    આગામી સમાચાર