પ્રભાસની 25મી ફિલ્મનું નામ થયું જાહેર, હિંદી સહિત 8 ભાષાઓમાં રિલીઝ થશે આ ફિલ્મ

પ્રભાસે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે.

બાહુબલી (Bahubali) ફેમ  પ્રભાસ(Prabhas)ના ફેન્સ લાંબા સમયથી પ્રભાસના નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા. નવરાત્રિ (Navratri)ના પહેલા દિવસે તેલુગુ સ્ટાર પ્રભાસે પોતાની 25 ફિલ્મની અધિકૃત રીતે જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્હી:  બાહુબલી (Bahubali) ફેમ  પ્રભાસ(Prabhas)ના ફેન્સ લાંબા સમયથી પ્રભાસના નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા. નવરાત્રિ (Navratri)ના પહેલા દિવસે તેલુગુ સ્ટાર પ્રભાસે પોતાની 25 ફિલ્મની અધિકૃત રીતે જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ સ્પિરિટ (Spirit) છે અને તેનું નિર્દેશન સંદીપ રેડ્ડી (sandeep reddy) વાંગા કરી રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા અગાઉ ફિલ્મ ‘કબીર સિંહ’નું નિર્દેશન કરી ચૂક્યા છે. ટી-સીરિઝ અને ભદ્રકાળી પિક્ચર્સ આ ફિલ્મનું નિર્માણ કરશે.

પ્રભાસે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે. ફિલ્મ ‘સ્પિરિટ’ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિંદીની સાથે સાથે જાપાની, ચીની અને કોરિયાઈ ભાષામાં પણ રિલીઝ થશે. ટાઈટલ એનાઉસમેન્ટ પોસ્ટર પર આ તમામ ભાષાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

પ્રભાસે આ ફિલ્મ અંગે જણાવ્યું છે કે ‘આ મારી 25મી ફિલ્મ છે અને તે સેલિબ્રેટ કરવાનો આનાથી સારો વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે. આ ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને ફેન્સ માટે આ વિશેષ ફિલ્મ હશે. ભૂષણ કુમારની સાથે કામ કરવાનો અનુભવ હંમેશા સારો રહ્યો છે. તે અમારા સૌથી સારા પ્રોડ્યુસર્સમાંથી એક છે, તેમની સાથે મારો તાલમેલ હંમેશા સારો રહ્યો છે. તમામ લોકો માટે સંદીપ એક ડ્રીમ ડાયરેક્ટર છે. હું આ ફિલ્મનું શુટીંગ કરવાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મારા ફેન્સ ઘણા સમયથી મને આ અવતારમાં જોવા માટે ઉત્સુક છે.’

પ્રોડ્યૂસર ભૂષણ કુમારે જણાવ્યું કે ‘પ્રભાસ સાથે કામ કરવું તે ખૂબ જ ખુશીની વાત છે. સંદીપ સાથે આ અમારો ત્રીજો પ્રોજેક્ટ હશે, તેઓ હાલ ફિલ્મ ‘એનિમલ’ પર કામ કરી રહ્યા છે. સ્પિરિટ સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંથી એક ખાસ ફિલ્મ હશે, કારણ કે આ ફિલ્મ પ્રભાસની સિલ્વર જ્યુબિલી ફિલ્મ છે.’

પ્રભાસની ટી-સીરિઝ સાથે આ ચોથી ફિલ્મ છે. પ્રભાસે ટી-સીરિઝના બેનર સાથે સાહો, રાધેશ્યામ અને આદિપુરુષ ફિલ્મ સાઈન કરી છે. ફિલ્મ રાધે શ્યામ અને આદિપુરુષ નિર્માણાધીન છે. ટી-સીરિઝે પણ આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કર્યું છે. તેમણે ટ્વિટર પર ‘સ્પિરિટ #Prabhas25’ લખ્યું છે અને ડાયરેક્ટર તથા પ્રોડ્યુસરની જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે, કે સંદીપે પ્રભાસ માટે ખૂબ જ રસપ્રદ વાર્તા લખી છે.

આ પણ વાંચો: કાજોલે નવી ફિલ્મની કરી જાહેરાત, સલમાન ખાનની આ હિરોઈન સાથે પહેલી વખત કામ કરશે

હાલમાં પ્રભાસ મુંબઈમાં ફિલ્મ ‘આદિપુરુષ’ નું શુટીંગ કરી રહ્યા છે અને ઓમ રાઉત આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આદિપુરુષમાં પ્રભાસની સાથે સાથે સૈફ અલી ખાન અને કૃતિ સેનન પણ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ શ્રીરામ, સૈફ અલી ખાન લંકેશ અને કૃતિ સેનન સીતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ડાયરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ ‘સાલાર’માં પ્રભાસ અને શ્રુતિ હસન સાથે જોવા મળશે. ફિલ્મ ‘સાલાર’ એપ્રિલ 2022માં રિલીઝ થશે. ખૂબ જ જલ્દી રોમેન્ટીક તેલુગુ ફિલ્મ ‘રાધેશ્યામ’ જાન્યુઆરી 2022માં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમની સાથે પૂજા હેગડે જોવા મળશે. નાગ અશ્વિનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘સાઈ ફાઈ’માં પ્રભાસ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.
Published by:kuldipsinh barot
First published: