મુંબઈ : શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રા (Raj Kundra)હાલ બંને ચર્ચામાં છે. અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને એપમાં અપલોડ કરવાના આરોપમાં રાજ કુન્દ્રાની 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રા સાથે તેના સાથી અને આઈટી હેડ રાયન જોનની પણ પોલીસે ધરપકડ કરી છે. આ મામલો સામે આવ્યા પછી શર્લિન ચોપડા (Sherlyn Chopra)અને રાજ કુન્દ્રા વચ્ચે બિઝનેસ ડીલને લઇને ચોંકાવનારી વાતો ફરી ચર્ચાનો વિષય બની ગઈ છે.
ગત વર્ષે પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા સામે ધોખાધડીનો કેસ દાખલ કરાવ્યો હતો. તેના થોડા સમય પછી શર્લિન ચોપડાએ પણ આરોપ લગાવ્યો હતો કે તેને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા જ છે. મહારાષ્ટ્ર સાઇબર સેલને આપેલા નિવેદનમાં શર્લિને ખુલાસો કર્યો હતો. આ મામલો સામે આવ્યા પછી રાજ કુન્દ્રાને ગત વર્ષે કોર્ટથી વચગાળાના જામીન મળ્યા હતા અને બેલ એપ્લિકેશન પર અંતિમ સુનાવણી આ મહિનાના અંતમાં થવાની છે.
મહારાષ્ટ્ર સાયબર સેલને આપેલા નિવેદનમાં શર્લિને ખુલાસો કર્યો હતો કે દરેક પ્રોજેક્ટ માટે તેને 30 લાખ રૂપિયાની પેમેન્ટ મળતું હતું. શર્લિનના મતે તેણે આ રીતે 15 થી 20 પ્રોજેક્ટ કર્યા છે. શર્લિને ત્યારે પોલીસ સામે રાજ કુન્દ્રાનું નામ લીધું હતું.
શર્લિને અંદાજ થયો હતો કે તેને એગ્રીમેન્ટ પ્રમાણે પૈસા મળી રહ્યા નથી અને આથી એક વર્ષ પછી તેણે સમજુતીને સમાપ્ત કરવા માટે કહ્યું હતું. શર્લિને પછી પોતાની એપ બનાવી હતી અને કેટલાક મહિના સુધી સારું પર્ફોમન્સ કર્યું. જોકે ઓગસ્ટ 2020માં તેનું કટેન્ટ પાયરેટેડ થઇ રહ્યું હતું અને તેણે એક ફરિયાદ કરી હતી.
" isDesktop="true" id="1116514" >
તમને જણાવી દઈએ કે ગત વર્ષે પૂનમ પાંડેએ પણ રાજ કુન્દ્રા સામે ધોખાધડીનો કેસ નોંધાવ્યો હતો. પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુન્દ્રા અને તેની કંપની ગેર કાયદેસર રીતે તેમની તસવીરો અને વીડિયોનો ઉપયોગ એપમાં કરી રહ્યા છે. પૂનમે ત્યારે બોમ્બે હાઇકોર્ટને જાણકારી આપતા કહ્યું હતું કે રાજ અને તેમની વચ્ચે એક કોન્ટ્રાક્ટ થયો હતો. જે પછી તેણે ખતમ કરી દીધો હતો. ત્યારે કેટલાક પૈસાને લઇને પૂનમ અને રાજ કુન્દ્રા વચ્ચે વિવાદ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર