Home /News /entertainment /Raj Kundra Case: રાજ કુન્દ્રાને BHC તરફથી મોટો ઝટકો, ગેરકાયદે ધરપકડની અરજી કોર્ટે ફગાવી

Raj Kundra Case: રાજ કુન્દ્રાને BHC તરફથી મોટો ઝટકો, ગેરકાયદે ધરપકડની અરજી કોર્ટે ફગાવી

રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી

રાજ કુંદ્રાએ (Raj kundra case) પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. તેનું કહેવું હતું કે તેમાં CRPCની કલમ 41Aનું પાલન નથી થયું. અરજીમાં કહેવામાં આવ્યું હતું, જે કલમ અંતર્ગત કુંદ્રાની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઇ રહી. બોમ્બે હાઇકોર્ટે શનિવારે રાજ કુન્દ્રાને (Raj kundra Pornography Case)  મોટો ઝટકો આપ્યો છે. અને તેની અરજી ફગાવી દીધી છેરાજ કુન્દ્રાએ અરજીમાં ધરપકડને ખોટી ગણાવતા કોર્ટને દખલ કરવાની માગ કરી હતી. રાજ કુન્દ્રાના (Raj kundra ) વકીલે મુંબઈ પોલીસની કાર્યવાહીને કાયદાકીય રીતે ગેરકાયદેસર ગણાવી હતી. કોર્ટો આ કેસમાં 2 ઓગસ્ટનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આજે જજમેન્ટ આપ્યું છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું, 'મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં કંઈ ખોટું નથી. જેના અંતર્ગત 20 જુલાઈના રોજ રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કુંદ્રા અને રાયન થોર્પને મેજિસ્ટ્રેટ કોર્ટના રિમાન્ડના આદેશને પણ પડકાર્યો હતો અને તાત્કાલિક છોડવાની માગ કરી હતી.

આ પણ વાંચો- Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos
આ પણ વાંચો- Raj Kundra Case: શર્લિન ચોપરાની થઇ પૂછપરછ, બોલી- 'મહિલા પીડિતો માટે ન્યાય ઈચ્છું છું'

રાજ કુંદ્રાએ (Raj kundra case) પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. તેનું કહેવું હતું કે તેમાં CRPCની કલમ 41Aનું પાલન નથી થયું. અરજીમાં કહેવામાં આવ્યું હતું, જે કલમ અંતર્ગત કુંદ્રાની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેમાં મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં કાનૂની જોગવાઈઓનું પાલન કર્યા વિના કુંદ્રાની ધરપકડ કરવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પોલીસે 19 જુલાઈ 2021ના રોજ કુંદ્રાની ધરપકડ કરી હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ કેસમાં પોલીસે ધરપકડ પહેલા કલમ 41A નોટિસ જાહેર નહોતી કરી. તે અર્નેશ કુમાર કેસમાં સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી માર્ગદર્શિકા હેઠળ જરૂરી છે. તે ઉપરાંત કોરોનાના કારણે જેલની સ્થિતિને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટની તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નથી. તેથી કુંદ્રાને કસ્ટડીમાં મોકલવાના આદેશને રદ કરતા, તેને છોડી દેવો જોઈએ.

આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

આપને જણાવી દઇ કે, રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં પોલીસે તેની 19 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. તેનાં ઉપરાંત રાયન થોર્પે અને અન્ય 9 લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રાજ અને રાયનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.
First published:

Tags: Bombay high court, Raj Kundra, Raj kundra case, Raj kundra pornography case, Shilpa Shetty