Home /News /entertainment /

Porn Video Case : સુપ્રીમ કોર્ટે પોર્ન વિડીયો કેસમાં Poonam Pandey ને આપ્યુ ધરપકડ સામે રક્ષણ

Porn Video Case : સુપ્રીમ કોર્ટે પોર્ન વિડીયો કેસમાં Poonam Pandey ને આપ્યુ ધરપકડ સામે રક્ષણ

પોર્ન વીડિયો કેસમાં સુપ્રિમ કોર્ટે પૂમ પાંડેને થોડી રાહત આપી

Porn Video Case : સુપ્રીમ કોર્ટે મંગળવારે બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) ને પોર્ન ફિલ્મ રેકેટ (porn films racket) કેસમાં ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. જ્યાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) મુખ્ય આરોપીઓમાંના એક

વધુ જુઓ ...
    Porn Video Case : સુપ્રીમ કોર્ટે મંગળવારે બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) ને પોર્ન ફિલ્મ રેકેટ (porn films racket) કેસમાં ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. જ્યાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) મુખ્ય આરોપીઓમાંના એક છે. જસ્ટિસ વિનીત સરન અને બી.વી. નાગરથનાની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) ના આદેશને પડકારતી પાંડેની અપીલ પર નોટિસ જારી કરી હતી. જેણે તેની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું કે, અરજદાર સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં.

    ગયા વર્ષે નવેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે પૂનમ પાંડેને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એફઆઈઆરમાં અભિનેત્રી શર્લિન ચોપરાની સાથે પૂનમ પાંડેને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે. 15 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રાજ કુન્દ્રાને પોર્ન ફિલ્મ રેકેટ સંબંધિત એક કેસમાં ધરપકડ સામે 4 અઠવાડિયાનું પ્રોટેક્શન આપ્યું હતું.

    નવેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરના સંબંધમાં રાજ કુન્દ્રા દ્વારા દાખલ કરાયેલ આગોતરા જામીન અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો અને હાઈકોર્ટે તેને રાહત આપવાનો ઈન્કાર કર્યા બાદ કુન્દ્રાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કુન્દ્રાએ પહેલા સેશન કોર્ટ પાસેથી આગોતરા જામીનની માંગણી કરી હતી જેમા તેને રાહત આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુન્દ્રાએ બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો કે તેને ફસાવવામાં આવ્યો હતો.

    ગત વર્ષે જુલાઈમાં મુંબઈ પોલીસના સાયબર સેલે રાજ કુન્દ્રા સામે ઈન્ડિયન પિનલ કોડની કલમો અંતર્ગત મહિલાનું અશોભનીય પ્રતિનિધિત્વ (નિવારણ) અધિનિયમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કલમો હેઠળ કથિત રીતે સેક્સુઅલ એક્સપ્લિસિટ વિડીયોનું વિતરણ કરવા બાબતે કેસ દાખલ કર્યો હતો. જે અંતર્ગત જુલાઈમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ બાબતે સપ્ટેમ્બરમાં તેને જામીન પણ મળ્યા હતા. તાજેતરમાં જ રાજના એક ઓફિશિયલ નિવેદનમાં તેણે જણાવ્યું કે પોર્નોગ્રાફી કેસમાં તેની કોઈ સંડોવણી નથી અને તેને વિચ હન્ટ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોવિક્કી કૌશલનો 2009નો Video Viral, જ્યારે કેટરિના હતી સુપરસ્ટાર અને એક્ટરના કઈંક આવા હતા હાલ

    પોતાના નિવેદનમાં રાજે જણાવ્યું કે, કમનસીબે મીડિયા અને મારા પરિવાર દ્વારા મને પહેલેથી જ "દોષિત" સમજી લેવામાં આવ્યો છે અને મને તેનુ ઘણુ દુ:ખ છે. મારા માનવીય અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ટ્રોલિંગ/નેગેટિવિટી અને ટોક્સિક પબ્લિકની ધારણા મને ખૂબ જ કમજોર રહી છે. રેકોર્ડ બનાવવા માટે હું શરમમાં મારો ચહેરો છુપાવતો નથી, પરંતુ હું ઈચ્છું છું કે આ સતત મીડિયા ટ્રેલ સાથે હવે મારી અંતગ લાઈફમાં ઘૂસણખોરી ન થાય. મારી પ્રાથમિકતા હંમેશા મારો પરિવાર રહ્યો છે, આ સમયે બીજું કંઈ મહત્વનું નથી. હું માનું છું કે દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Poonam Pandey

    આગામી સમાચાર