રાનૂ મંડલનું ગીત સાંભળી Indian Idol 11ના સ્ટેજ ઉપર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હિમેશ રેશમિયા

News18 Gujarati
Updated: February 23, 2020, 9:16 AM IST
રાનૂ મંડલનું ગીત સાંભળી Indian Idol 11ના સ્ટેજ ઉપર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હિમેશ રેશમિયા
રાનુ માંડલ અને હિમેશ રેશમિયાની તસવીર

23 ફેબ્રુઆરીએ શોનો ફિનાલે છે. ફિનાલે પહેલા આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શોના જજ હિમેશ રેશમિયા ધ્રૂસકે ધ્રૂસકે રડતા દેખાયો હતો.

  • Share this:
મુંબઈઃ પોપ્યુલર ટીવી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 11 (Indian Idol 11)ના જજ હિમેશ રેશમિયા (Himesh Reshammiya)શો દરમિયાન ધ્રૂસકે ધ્રેસકે રડી રહ્યો હતો. શો દરમિયાન એક ગીત સાંભળ્યા પછી અચાનક ભાવુક થઈ ગયો હતો. સામાન્ય રીતે હિમેશ રેશમિયા ભાવુક ન હોવા માટે જાણિતા છે. હજી સુધી હિમેશ રેશમિયાએ પોતાની છાપ આવી જ રાખી છે. તેઓ ગીત સાંભળીને ઊભા થઈ જાય તો પણ મોટી વાત માનવામાં આવે છે. પરંતુ તાજેતરના દિવસોમાં હિમેશ અનેકવાર કન્ટેસ્ટન્ટના પરફોર્મન્સ ઉપર ઊભા થાય છે.

ઉલ્લેખનીય છે કે આ શોમાં નેહા કક્કડને રડવા માટે અનેક વખત ટ્રોલ કરવામાં આવી છે. તેમના ઉપર વધારે રડવાના આરોપ લાગ્યા છે. તેમની સાથે ઇન્ડિયન આઈડલની સિઝનમાં મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર વિશાલ દદલાની પણ રડવાનું શરૂ કરી દીધું છે. હિન્દુસ્તાની ગીત ઉપર રડ્યા છે. હવે આમાં હિમેશ રેશમિયા પણ સામેલ છે.

રાનૂ મંડલ (ranu mondal) અને પોતાનું ગીત તેરી મેરી કહાની સાંભળીને રડ્યો હિમેશ

ઉલ્લેખનીય છે કે, 23 ફેબ્રુઆરીએ શોનો ફિનાલે છે. ફિનાલે પહેલા આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર (Social Media) ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શોના જજ હિમેશ રેશમિયા ધ્રૂસકે ધ્રૂસકે રડતા દેખાયો હતો.


કન્ટેસ્ટેન્ટમાં એક અનકોના મુખર્જી (Ankona Mukherjee) હિમેશ દ્વારા કંપોજ કરવામાં આવેલા તેરી મેરી કહાની (Teri Meri Kahaani) ગીત ઉપર પરફોર્મ કરે છે. જેને સાંભળીને ભાવુંક થયા હતા. અને ધ્રૂસકે ધ્રૂસકે રહે છે. હિમેશને આટલું રહતા જોઈને જજ વિશાલ દદલાની અને નેહા કક્કડ તરત ઊભા થઈને હિમેશને આશ્વાસન આપે છે.આ વીડિયો ગ્રાન્ડ ફિનાલેનો છે. જેમાં દરેક કન્ટેસ્ટેન્ટ એક સાથે ઊભા રહે છે. અને અચાનક એક કન્ટેસ્ટેન્ટ હિમેશનું ગીત ગાવાનું શરૂ કરી દે છે. આ ગીતને ઈન્ટરનેટની સનસની રાનૂ મંડલે ગાયું હતું જેના બાદ ઈન્ટરનેટ ઉપર ધૂમ મચી ગઈ હતી.

રાનૂ મંડલ પહેલા રેલવે સ્ટેશન ઉપર ગીત ગાતી હતી. જ્યાં એક વ્યક્તિએ તેનું ગીત ઈન્ટરનેટ ઉપર અપલોડ કર્યું હતું. ત્યારબાદ હિમેશે તેને પોતાની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી હતી. જ્યારે ઈન્ડિયન આઈડલમાં આ ગીત સાંભળ્યું તો હિમેશ પોતાના રોકી ન શક્યો.
First published: February 23, 2020, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading