Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: પોપટલાલને દુલ્હન નથી મળતી પરંતુ આ શોના પાત્રની વર્ષો પહેલાં સગાઈ થઈ છતાં હજુ કુંવારો!

Taarak Mehta Ka Ooltah Chashmah: પોપટલાલને દુલ્હન નથી મળતી પરંતુ આ શોના પાત્રની વર્ષો પહેલાં સગાઈ થઈ છતાં હજુ કુંવારો!

પોપટલાલને નથી મળી રહી દુલ્હન તો આ પાત્રની સગાઈ થઈ ગઈ હોવા છતાં...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સિરિયલના દરેક પાત્ર પોપ્યુલર છે. ખાસ કરીને પોપટલાલના લગ્નને લઈને દર્શકો ઘણા આતુર છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને લઈને હંમેશાં સવાલ પૂછતા રહે છે. હવે શું કરી શકાય...પોપટલાલને કોઈ છોકરી નથી મળી રહી તો તેવી કેવી રીતે લગ્ન કરી શકે. પરંતુ આ શોમાં એક પાત્ર એવું પણ છે જે છોકરીની પસંદ કરી ચૂક્યો છે, સગાઈ પણ થઈ ગઈ છે તેમ છતાં તેના પણ વર્ષોથી લગ્ન નથી થઈ રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ બધાના ફેવરેટ બાઘાની.

વધુ જુઓ ...

    આ પણ વાંચોઃ- 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ પાંચ પાત્રો વિના અધૂરી, શું ગોકુલધામ સોસાયટી થઈ ગઈ ખાલી?

    બાવરીને પ્રેમ કરે છે બાઘા

    શોમાં બાઘા બાવરીને પ્રેમ કરે છે તેમને સગાઈ પણ કરી લીધી છે. ફેન્સ હંમેશાં તેમની અનોખી જોડીને પસંદ કરે છે પરંતુ તેમ છતાં હજી સુધી તેમના લગ્ન નથી થયા. પોપટલાલના લગ્ન ન થાય એ વાત બધા સમજી શકે છે પરંતુ બાઘાના લગ્નમાં વિલંબ કેમ થઈ રહ્યો છે તેને લઈને દર્શકો ઘણા કન્ફ્યુઝ છે. જ્યારે મિયાં-બીવી રાજી તો પછી શું સમસ્યા છે બંનેના લગ્નમાં.
    " isDesktop="true" id="1249032" >

    આ કારણે નથી થઈ રહ્યા લગ્ન

    તમને એ પણ જણાવી દઈએ કે શોમાં અત્યારે બાવરીનું પાત્ર ઘણા સમયથી જોવા મળી નથી રહ્યું, તેનું કારણ છે મોનિકા ભદોરિયા જે શોને અલવિદા કહી ચૂકી છે. મોનિકા બાવરીના પાત્રમાં ઘણી લોકપ્રિય હતી પરંતુ વચ્ચેથી તેણે શો છોડી દીધો. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તે પેમેન્ટ વધારવાની જીદ પર અડી હતી જેનાથી મેકર્સ માન્યા નહીં તો તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો. ત્યારથી લઈને અત્યાર સુધી આ પાત્રની શોમાં વાપસી નથી થઈ.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Entertainemt News, Popatlal, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन