મુંબઈઃ પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિ સેમ બોમ્બે (Sam Bombay)ની મુંબઈ પોલીસે (Mumbai Police) ધરપકડ (Arrested) કરી છે. પૂનમ પાંડેએ તેની વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન (Bandra Police Station)માં ફરિયાદ નોંધાવી છે અને તેના પતિ પર હુમલો અને ઘરેલું હિંસા (domestic violence)નો આરોપ મૂક્યો છે. પૂનમે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સેમની પહેલી પત્ની અલવીરા (Alvira) સાથે વાત કરવાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સેમને આ વાતનો ગુસ્સો આવ્યો અને ગુસ્સા (Angry)માં સેમે પૂનમના વાળ પકડીને ખેંચીને તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું.
આટલું જ નહીં, સેમે પૂનમના ચહેરા પર મુક્કો પણ માર્યો, જેના કારણે તેના ચહેરા પર ઘણી ઈજાઓ પણ થઈ છે. સેમ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પૂનમ પાંડેને તેની આંખ અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. જેના કારણે અભિનેત્રીને જોવી પણ મુશ્કેલ છે. પૂનમ પાંડેની ફરિયાદ બાદ હવે બાંદ્રા પોલીસે સેમ બોમ્બેની ધરપકડ કરી છે.
બાંદ્રા પોલીસે સોમવારે સાંજે જ સેમની ધરપકડ કરી હતી અને હવે તે મામલાની તપાસ કરી રહી છે. જો કે આ પહેલા પણ પૂનમ પોતાના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવી ચુકી છે. તેણીએ લગ્નના થોડા દિવસો પછી ગોવા પ્રવાસ દરમિયાન તેના પતિ પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો.
પૂનમ પાંડે (Poonam Pandey) અને પતિ સેમ બોમ્બે
આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીના પતિની ધરપકડ કરવામાં આવી હોય. અગાઉ સેમ બોમ્બેની ગયા વર્ષે ગોવામાં પૂનમ પર તેના લગ્નના થોડા દિવસો બાદ હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પૂનમ અને સેમના લગ્ન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયા હતા. પૂનમે ગયા વર્ષે તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીએ સેમ બોમ્બે પર શારીરિક ઉત્પીડન, હુમલો અને ધમકીઓનો આરોપ લગાવ્યો હતો.
જોકે, જામીન મળ્યા બાદ તેઓ પાછા ભેગા થયા અને પૂનમે કહ્યું કે કયા લગ્નમાં ઉતાર-ચઢાવ નથી હોતા. 10 સપ્ટેમ્બર 2020 ના રોજ, પૂનમે ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી સેમ સાથે લગ્ન કર્યા. આ કપલે સોશિયલ મીડિયા પર તેમના લગ્નની જાહેરાત કરી હતી. હજુ સુધી પૂનમે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પૂનમ પાંડેના કહેવા પ્રમાણે, લિવ-ઈન રિલેશનશિપ દરમિયાન પણ સેમ તેને ઘણીવાર મારતો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર