Home /News /entertainment /

Lock Upp: પૂનમ પાંડે બની એકતા કપૂરની ફેવરિટ, બધાની સામે કર્યા વખાણ, મુનવ્વરને આપી ખાસ સલાહ

Lock Upp: પૂનમ પાંડે બની એકતા કપૂરની ફેવરિટ, બધાની સામે કર્યા વખાણ, મુનવ્વરને આપી ખાસ સલાહ

લોકઅપના આગામી એપિસોડમાં એકતા કપૂર પણ જોવા મળવાની છે.

પૂનમ પાંડે (Poonam Pandey) દર્શકોના દિલ જીતી ચૂકી છે તેમજ હોસ્ટ કંગના રનૌત (Kangana Ranaut) અને હવે એકતા કપૂરે (Ekta Kapoor) પણ તેના વખાણ કર્યા છે. લોકઅપના આગામી એપિસોડમાં એકતા કપૂર પણ જોવા મળવાની છે, જે આ શોની નિર્માતા પણ છે.

    કંગના રનૌતે (Kangana Ranaut) હોસ્ટ કરેલો શો 'લોક અપ' (Lock Upp) આજકાલ ચર્ચામાં છે. સ્પર્ધકોના ખુલાસાઓ પણ દર્શકોને શો સાથે જોડાયેલા રાખવામાં સફળ રહ્યા છે. ખાસ કરીને પૂનમ પાંડે આ દિવસોમાં દરેક જગ્યાએ ચર્ચામાં છે. પૂનમ પાંડે દર્શકોના દિલ જીતી ચૂકી છે તેમજ હોસ્ટ કંગના રનૌત અને હવે એકતા કપૂરે પણ તેના વખાણ કર્યા છે. લોકઅપના આગામી એપિસોડમાં એકતા કપૂર પણ જોવા મળવાની છે, જે આ શોની નિર્માતા પણ છે. આ શોનો પ્રોમો વીડિયો પહેલા જ રિલીઝ થઈ ચૂક્યો છે. વીડિયોમાં એકતા કપૂર તમામ સ્પર્ધકો સાથે વાતચીત કરતી જોઈ શકાય છે.

    પ્રોમોની શરૂઆતમાં, કંગના રનૌત એકતા કપૂરનું સ્વાગત કરતી જોઈ શકાય છે. જે પછી તે શોના સ્પર્ધકોને કહે છે કે અલ્ટ બાલાજી આજે તેની 5મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ સાથે કંગના એ પણ જણાવે છે કે લોકઅપ 300 મિલિયન વ્યુઝનો આંકડો પાર કરી ગયો છે. આ પછી, એકતા કપૂર જણાવે છે કે શોમાં તેના પાંચ ફેવરિટ સ્પર્ધકો કોણ છે.

    આ પણ વાંચો - Alia-Ranbir Wedding Reception : આલિયા-રણબીરની પાર્ટીમાં પહોંચ્યા આ બોલીવૂડ સ્ટાર્સ, જુઓ વીડિયો










    View this post on Instagram






    A post shared by ALTBalaji (@altbalaji)






    એકતા કપૂરે પાયલ રોહતગીને 'સૌથી બદમાશ કેદી' તરીકે ટેગ કરી અને તેને નંબર વન કહી છે. આ પછી, મંદાના, કરીમી અને અંજલી અરોરાને તેના બીજા નંબર પર રાખીને, તેમને પોતાની પ્રિય કહી અને કહ્યુ કે- 'અંજલી હું તને પ્રેમ કરું છું. મને લાગે છે કે બ્લુ ટીમમાંથી બહાર થયા પછી તમે તમારી રમત સમજી ગયા છો.

    આ પણ વાંચોભારતી સિંહે નીતુ કપૂરને ગિફ્ટમાં આપ્યું કુકર, આલિયા ભટ્ટની સાસુએ કહ્યું- 'હું આ વહુરાણીને આપીશ'

    એકતા કપૂરના ફેવરિટની યાદીમાં આગળનું નામ ઝીશાન ખાન હતું. જેમને તેણે 'ગુડ લુકિંગ એન્ડ Badass'નું ટેગ આપ્યુ અને બે સ્પર્ધકો પૂનમ પાંડે અને મુનવ્વર ફારૂકીનું નામ પાંચમાં નંબરે હતું. જો કે, તેણે મુનવ્વર ફારૂકી પ્રત્યે નિરાશા પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું- 'મુનવ્વર તમે શરૂઆતમાં ખૂબ તેજસ્વી હતા. પણ હવે તમને શું થયું છે? તમે મારા પ્રિય સ્પર્ધક હતા. હવે તમે પૂનમ સાથે પાંચમા નંબર પર છો. આ સારું નથી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Ekta Kapoor, Kangana ranauat, Lock Upp

    આગામી સમાચાર