Home /News /entertainment /ભારત વર્લ્ડકપ જીતશે તો જાહેરમાં ઉતારી દઈશ કપડાં...વિવાદિત નિવેદન બાદ રાતોરાત બની ગઈ સ્ટાર!

ભારત વર્લ્ડકપ જીતશે તો જાહેરમાં ઉતારી દઈશ કપડાં...વિવાદિત નિવેદન બાદ રાતોરાત બની ગઈ સ્ટાર!

આ નિવેદન બાદ રાતોરાત બની સ્ટાર!

બોલિવૂડની એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાના બોલ્ડ અંદાજથી ખૂબ જ ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના વીડિયો તો ક્યારેક પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે. પૂનમ પાંડે છેલ્લા 10 વર્ષોથી કોન્ટ્રોવર્સી ક્વિન બનેલી છે. પૂનમ પાંડેનું નામ રાજ કુન્દ્રા સાથે પણ સામે આવ્યુ હતું. જ્યારબાદ પૂનમે કોર્ટમાંથી જામીન લેવા પડ્યા હતાં.

વધુ જુઓ ...
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડે આજે પોતાનો 31મો જન્મ દિવસ ઉજવી રહી છે. બોલિવૂડની 'નશા', 'ધ જર્ની ઓફ કર્મા', 'આ ગયા હીરો', 'ઈચ્છાધારી', 'જીએસટી-ગલતી સિર્ફ તુમ્હારી' જેવી ફિલ્મોમાં કામ કરનારી પૂનમ પાંડે 10 વર્ષોથી વિવાદોમાં છવાયેલી હોય છે. પોતાના કરિયરમાં પૂનમે પોતાની બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે. પૂનમ પાંડે ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે બોલ્ડ વીડિયો પણ શેર કરતી રહે છે. પૂનમ પાંડે પોતાના ડ્રેસના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. પૂનમ પાંડે વર્ષ 2011માં પહેલીવાર ચર્ચામાં આવી હતી.

નિવેદથી થયો હોબાળો

તે સમયે સોશિયલ મીડિયા પર તેના નિવેદનથી સનસની ફેલાવી દીધી હતી. પૂનમ પાંડેએ વર્ષ 2011માં થયેલા ક્રિકેટ વિશ્વકપમાં એક અનોખું એલાન કર્યુ હતું. જેમાં તેણીએ કહ્યુ હતું કે જો ભારત જીતી જાય છે તો તેણી પોતાના કપડાં ઉતારી દેશે. જોકે, ભારતે વિશ્વકપ જીત્યો પણ પૂનમે પોતાનું પ્રોમિસ તોડી દીઘું.

આ પણ વાંચોઃ જ્યારે શાહરૂખ ખાને ધર્મ પર ખુલીને વાત કરી, હિન્દુત્વના રંગમાં રંગાઇ કહ્યું- 'સિયા પતિ રામચંદ્ર કી જય...'

જોકે, ત્યારે પૂનમ સેન્સેશન રીતે ઉભરીને સામે આવી હતી. મોડેલિંગ સાથે પૂનમ પાંડેએ ફિલ્મોમાં એક્ટિંગ પણ શરુ કરી. વર્ષ 2013માં આવેલી ફિલ્મ નશામાં પૂનમ પહેલીવાર લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં પૂનમે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતાં. પૂનમ પાંડે આ ફિલ્મથી ઘણી હિટ થઈ. જોકે, ત્યારબાદ પૂનમને બોલિવૂડમાં કોઈ ખાસ કામ મળ્યુ નથી.

આ પણ વાંચોઃ Oscar 2023: ઓસ્કારમાં જૂનિયર એનટીઆર કરશે આ ખાસ કામ, અવોર્ડ પહેલાં નિવેદન આપી જીત્યુ લોકોનું દિલ

ફિલ્મ 'નશા'થી આવી ચર્ચામાં

પૂનમે અમુક એવી ફિલ્મો પણ કરી છે, જે ક્યારે આવી અને ક્યારે જતી રહી એ કાનોકાન કોઈને ખબર પણ ના પડી. 2011 બાદ પૂનમ સતત વિવાદોમાં ફસાયેલી હતી. 2012માં પૂનમે પોતાની એક એપ બનાવી હતી. જેના પર બાદમાં ગૂગલે પ્રતિબંધ મુકી દીધો હતો. ગૂગલે જણાવ્યું હતું કે એપનાં માધ્યમથી પૂનમ લોકોને અનુચિત કોન્ટેન્ટ બતાવી રહી છે. જ્યારબાદ માહોલ ખૂબ જ ગરમાયો હતો. એડલ્ટ વીડિયોના મામલે જ્યારે રાજ કુન્દ્રા સાથે પુછપરછ કરવામા આવી ત્યારે પૂનમ પાંડેનું નામ સામે આવ્યુ હતું. આ વિવાદમાં પૂનમનું નામ ઘણું ચર્ચાયુ હતું. કહેવામાં આવ્યુ હતું કે રાજ કુન્દ્રા જે એપ દ્વારા એડલ્ટ કોન્ટેન્ટ બનાવે છે તેમાં પૂનમ પાંડે પણ એક્ટ કરતી હતી. 30 ડિસેમ્બર 2022એ આ મામલે પૂનમે સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળી હતી.
First published:

Tags: Bollywood Birthday, Poonam Pandey