Home /News /entertainment /Untold Story: પૂનમ ઢિલ્લોનના ત્રણ ડાયરેક્ટર સાથે હતા સંબંધો! પતિએ આ રીતે બરબાદ કરી દીધી જીંદગી

Untold Story: પૂનમ ઢિલ્લોનના ત્રણ ડાયરેક્ટર સાથે હતા સંબંધો! પતિએ આ રીતે બરબાદ કરી દીધી જીંદગી

પૂનમ ઢિલ્લોને (Poonam Dhillon) ખૂબ જ નાની ઉંમરે ફિલ્મી કરિયર (Career)ની શરૂઆત કરી હતી

પૂનમે તેના સમયમાં અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ અને કમલ હાસન જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ પૂનમનું નામ બોલિવૂડના ઘણા દિગ્ગજ નિર્દેશકો સાથે જોડાયું હતું.

મુંબઈ : બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ (Actress) પૂનમ ઢિલ્લોને (Poonam Dhillon) ખૂબ જ નાની ઉંમરે ફિલ્મી કરિયર (Career)ની શરૂઆત કરી હતી.તેણે ફિલ્મ ત્રિશુલ (Trishul)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ફિલ્મ 'નૂરી' (Noori)થી પૂનમે પોતાની સુંદરતા (Beauty)નો જાદુ ચલાવ્યો અને સૌને તેના અભિનય અને સુંદરતાના દિવાના બનાવી દિશા. તેની સુંદરતાના લોકો આજે પણ દીવાના છે. 16 વર્ષની ઉંમરે પૂનમે મિસ ઈન્ડિયા (Miss India)નો ખિતાબ જીત્યો હતો.

બચ્ચનથી લઈ સન્ની દેઓલ જેવા બધા જ સ્ટાર સાથે કામ કર્યું

ફિલ્મો સિવાય અભિનેત્રી થિયેટરમાં પણ ઘણી સક્રિય હતી. અભિનેત્રી તેની ફિલ્મી જીવનની સાથે સાથે તેના અંગત જીવનને કારણે ઘણી ચર્ચામાં રહી છે. સુંદર દેખાતી પૂનમની જિંદગી ચડાવ-ઉતારથી ભરેલી છે. 80-90ના દાયકામાં બોલિવૂડમાં પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવનાર પૂનમ ઢીલ્લોન તે જમાનાના લગભગ તમામ હીરોની સાથે કામ કર્યું છે. પૂનમે તેના સમયમાં અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ અને કમલ હાસન જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ પૂનમનું નામ બોલિવૂડના ઘણા દિગ્ગજ નિર્દેશકો સાથે જોડાયું હતું. પહેલા તેનું નામ ફિલ્મ નિર્દેશક રમેશ સિપ્પી સાથે જોડાયું હતું. પરંતુ બંનેનો આ સંબંધ સંપૂર્ણ રીતે ફળ્યો ન હતો.

પૂનમનું નામ યશ ચોપડા સાથે પણ જોડાયું હતું

નિર્દેશક રમેશ સિપ્પીથી અલગ થયા બાદ પૂનમનું નામ જાણીતા દિગ્ગજ ફિલ્મ નિર્માતા યશ ચોપડા સાથે જોડાયું હતું. આ પછી પૂનમની રાજ સિપ્પી સાથે નિકટતા થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ ઢીલ્લોન રાજ સિપ્પીને ખૂબ જ પ્રેમ કરતી હતી. રાજ સિપ્પી પહેલેથી જ પરિણીત હતા, જેના કારણે બંને લગ્ન કરી શક્યા ન હતા. રાજ પૂનમને પ્રેમ કરતા હતા પરંતુ તેમની પત્નીને છૂટાછેડા આપીને ફરીથી લગ્ન કરવાની હિંમત કરી શક્યા નહીં. ફિલ્મી પડદે લવસ્ટોરીમાં સફળતાનો ઈતિહાસ સર્જનાર પૂનમની પોતાની પ્રેમકથા હંમેશા અધૂરી રહી.

પૂનમે અશોક ઠાકેરિયા સાથે કર્યા લગ્ન

આ બધા પછી અભિનેત્રીના જીવનમાં અશોક ઠાકેરિયા આવ્યા. અશોક ઠાકેરિયા સાથે પૂનમ ઢીલ્લોનની નિકટતા ઘણી વધી. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન પૂનમના પરિવારજનોએ તેને ઘણી સમજાવી પરંતુ તે રાજી ન થઈ અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નને બે વર્ષ વીતી ગયા હતા અને બંને વચ્ચે અણબનાવના સમાચારો સામે આવવા લાગ્યા હતા. જ્યારે અશોકના એક્સ્ટ્રા મેરિટલ અફેરના સમાચાર આવવા લાગ્યા તો પૂનમ પરેશાન થઈ ગઈ.

આ પણ વાંચોUntold Story: વિનોદ મેહરા લગ્ન કરી રેખાને ઘરે તો લઈ ગયા પણ રેખાની થઈ હતી આવી હાલત!

જો સૂત્રોનું માનીએ તો અભિનેત્રીએ તેના પતિ અશોક ઠાકેરિયાને પાઠ ભણાવવા માટે એક અજીબોગરીબ રસ્તો શોધી કાઢ્યો હતો અથવા તો એક કહીએ કે લગ્નજીવનમાં દગો મળ્યા બાદ તે બીજા પુરુષ તરફ આકર્ષાઈ હતી. સમાચાર મુજબ પૂનમનું હોંગકોંગના બિઝનેસમેન કીકુ સાથે અફેર હતું. આ પછી, પૂનમ અને અશોક ઠાકેરિયાએ 1997 માં તેમના 9 વર્ષના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા. જો કે આ પછી પૂનમે કોઈની સાથે લગ્ન કર્યા નથી અને પોતાના બંને બાળકોનો ઉછેર પોતે જ કર્યો છે. પૂનમે અત્યાર સુધીમાં 100 થી વધુ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. પૂનમે શરૂઆતના દિવસોમાં બંગાળી, કન્નડ, પંજાબી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
First published:

Tags: Bollywood actress, Bollywood affairs, Bollywood Interesting story