Home /News /entertainment /'8 વર્ષની ઉંમરમાં પિતાએ જ કર્યુ યૌન શોષણ, માતાએ પણ તરછોડી,' આ એક્ટ્રેસનો હચમચાવી નાંખનારો ખુલાસો
'8 વર્ષની ઉંમરમાં પિતાએ જ કર્યુ યૌન શોષણ, માતાએ પણ તરછોડી,' આ એક્ટ્રેસનો હચમચાવી નાંખનારો ખુલાસો
એક્ટ્રેસે પોતાના પિતા પર જ ગંભીર આરોપ લગાવ્યા
એક ઇન્ટરવ્યુમાં પોતાના બાળપણને યાદ કરતા સમયે તેમનું દર્દ છલકાઇ આવ્યું હતું. પોલિટિશિયન અને એક્ટ્રેસ ખુશ્બુએ કહ્યું, 'મને લાગે છે કે જ્યારે બાળક સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે તે બાળકને જીવનભર પીડા આપે છે.
એક્ટરમાંથી પોલિટિશિયન બનેલી ખુશ્બુ સુંદર (Kushboo Sundar) થોડા દિવસોથી સમાચારોમાં છે. તે તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ બન્યા છે. આ તમામ વચ્ચે હાલમાં જ તેમણે પોતાના અંગત જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ખુશ્બુ સુંદરે પોતાના પિતા પર જ ગંભીર આરોપ લગાવ્યા છે. ચોંકાવનારા તથ્યનો ખુલાસો કરતી વખતે તેમણે જણાવ્યું કે કેવી રીતે માત્ર 8 વર્ષની નાની ઉંમરે તેમનું જાતીય અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ખુશ્બુ સુંદરે હાલમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે પદભાર સંભાળ્યો છે. આ દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં પોતાના બાળપણને યાદ કરતા સમયે તેમનું દર્દ છલકાઇ આવ્યું હતું. પોલિટિશિયન અને એક્ટ્રેસ ખુશ્બુએ કહ્યું, 'મને લાગે છે કે જ્યારે બાળક સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે તે બાળકને જીવનભર પીડા આપે છે. મારી માં એક ખરાબ લગ્નજીવનમાંથી પસાર થઈ હતી. મારા પિતા એક એવા માણસ હતા, જેમને પોતાની પત્ની અને બાળકોને મારવા, તેમની એકમાત્ર પુત્રીનુ યૌન શોષણ કરવું પોતાનો જન્મસિદ્ધ અધિકાર હોય તેવું માનતા હતા. મારી વય એ સમયે માત્ર આઠ વર્ષની હતી, જે સમયે મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હતો.
'વી ધ વુમન' ઇવેન્ટ દરમિયાન ખુશ્બુએ કહ્યું, 'મને ડર હતો કે મારી માતા મારા પર વિશ્વાસ નહીં કરે. મેં તેમને એવા માહોલમાં જોયા છે, જ્યાં ભલે કંઈપણ થાય પણ મારો પતિ મારા માટે ભગવાન છે જેવા વિચાર હતા. પછી એક સમય એવો આવ્યો કે મારે સ્ટેન્ડ લેવું પડ્યું. 15 વર્ષની ઉંમરે મેં વિચાર્યું કે બસ હવે બહુ થયું અને આ પછી મેં મારા પિતા સામે વિદ્રોહ શરૂ કર્યો. હું 16 વર્ષની પણ ન હતી, જ્યારે તે અમને અમારા હાલ પર મૂકીને ચાલ્યા ગયા. અમને એ પણ ખબર ન હતી હોતી કે હવે ખાવા માટે રોટલી પણ મળશે કે નહી, ક્યાં અને કેવી રીતે પોતાનુ પેટ ભરવુ તેની પણ તકલીફ હતી. પોતાના ભૂતકાળને યાદ કરીને ખુશ્બુ ભારે હૈયે કહે છે, 'મારું બાળપણ ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ તે બાળપણે અમને લડવાની હિંમત આપી હતી.
જણાવી દઈએ કે ખુશ્બુ સુંદરે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન' સાથે કરી હતી. અભિનેત્રી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો છે. જો કે વર્ષ 2010માં તેમણે રાજકારણમાં જંપલાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર