બોલિવૂડ સ્ટાર્સ (Bollywood celebs)ના ઘરની આસપાસ તેમના ચાહકોની ચહલપહલ તમે જોઈ જ હશે. આવી ભીડના વીડિયો અને ફોટોઝ અવારનવાર સોશિયલ મીડિયા (Social Media)માં સામે આવે છે. જોકે, તાજેતરમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને અનન્યા પાંડે (Ananya Pandey)ના ઘરે મુંબઈ પોલીસ (Mumbai Police) મહેમાન બની હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ વિડીયોના કારણે કરીના અને અનન્યાના ફેન્સ પોલીસની હાજરીનું કારણ જાણવા તત્પર છે. ચાહકો દ્વારા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જો તમે પણ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને અનન્યા પાંડે (Ananya Pandey)ના ઘરે મુંબઈ પોલીસ (Mumbai Police) કેમ પહોંચી તે જાણવા માંગતા હોવ તો અહીં તેની જાણકારી અપાઈ છે.
આ છે કારણ વિરલ ભયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આ માહિતી આપી હતી. આ વીડિયો શેર કરતા વિરલે લખ્યું છે કે, કરીના કપૂર ખાન અને અનન્યા પાંડેને મુંબઈ પોલીસ એક કાર્યક્રમમાં આમંત્રણ આપવા પહોંચી હતી, તમે શું વિચાર્યું? હવે તમે બેબો અને અનન્યાના ઘરે પોલીસની મુલાકાતનું કારણ સમજી ગયા હશો.
યુઝર્સની ફની કૉમેન્ટ્સ આ વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સ ઘણી મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. યૂઝરે લખ્યું- અમે જે વિચારતા હતા તે તમે પણ જાણો છો. અમે શું કહીએ. યુઝર્સ લાફિંગ ઇમોજી શેર કરીને રીએક્ટ કરી રહ્યા છે.
કરીના અને અનન્યાની ફેન ફોલોઇંગ સોશિયલ મીડિયા પર કરીના અને અનન્યા બંનેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર કરીનાના 9.2 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે અનન્યા પાંડેના 22.7 મિલિયન ફોલોઅર્સ છે.
કરીના અને અનન્યાનું વર્કફ્રન્ટ કરીના અને અનન્યા પાસે ભવિષ્યના ઘણા પ્રોજેક્ટ છે. કરીના ટૂંક સમયમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળવાની છે. આ સિવાય કરીના ઓટીટીમાં પણ ડેબ્યૂ કરી રહી છે. તે ધ ડિવિનેશન ઓફ સ્પેક્ટ એક્સ પુસ્તક પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. બીજી તરફ અનન્યા પાંડે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ગહરાઈયાંમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં વિજય દેવેરાકોન્ડા સાથે લાઈગરમાં જોવા મળશે, જે લાઇગર ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર