ન્યૂડ ફોટોશૂટના કારણે રણવીરની મુશ્કેલી વધી, પોલીસ ફરિયાદ દાખલ
રણવીર સિંહ (Ranveer Singh) અત્યારે પોતાના ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. જ્યારથી આ ફોટોશૂટની તસવીરો વાઈરલ થઈ રહી છે, તે ટ્રોર્લ્સના નિશાના પર છે. એક્ટરના ઘણા મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે, જેના પછી ઘણા સેલેબ્સે અભિનેતાનો સપોર્ટ કર્યો. હવે આ ફોટોશૂટના કારણે રણવીર સિંહની મુશ્કેલી વધી ગઈ છે.
રણવીર સિંહ (Ranveer Singh) અત્યારે પોતાના ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. જ્યારથી આ ફોટોશૂટની તસવીરો વાઈરલ થઈ રહી છે, તે ટ્રોર્લ્સના નિશાના પર છે. એક્ટરના ઘણા મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે, જેના પછી ઘણા સેલેબ્સે અભિનેતાનો સપોર્ટ કર્યો. હવે આ ફોટોશૂટના કારણે રણવીર સિંહની મુશ્કેલી વધી ગઈ છે. ન્યૂડ ફોટોશૂટના કારણે રણવીર સિંહની વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, તેના પર ‘મહિલાઓની લાગણીઓને ઠેસ’ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
એક બિનસરકારી સંસ્થાએ રણવીર સિંહ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. આ સંસ્થાએ મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં શ્યામ મંગારામ ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક્ટરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં લખ્યું છે- અમે છેલ્લા 6 વર્ષોથી બાળકો અને વિધવાઓના સારા ભવિષ્ય પર કામ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે અમે બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ઘણી ન્યૂડ તસવીર વાઈરલ થતાં જોઈ. આ તસવીર જે રીતે ક્લિક કરવામાં આવી છે, તેને જોઈ કોઈપણ મહિલા કે પુરુષ શરમમાં મૂકાઈ જશે. રણવીર સિંહ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 292, 293 તથા IT એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવે તેવી માગણી થઈ છે. રણવીર વિરુદ્ધ એક મહિલાએ લેખિત ફરિયાદ કરી છે. રણવીર સિંહના ફોટોશૂટ પર રાજકારણ પણ ચાલુ થઈ ગયું છે.
Complaint registered against actor Ranveer Singh in Mumbai's Chembur Police Station for posting nude pictures on his Instagram account. Police have yet to register an FIR.
બીજી તરફ ફોટોશૂટના કારણે ટ્રોલ થઈ રહેલા રણવીર સિંહને ઘણા સેલેબ્સનું સમર્થન મળ્યું છે. અર્જુન કપૂરથી લઈ સ્વરા ભાસ્કર સુધી ઘણા સ્ટાર્સે રણવીર સિંહના ફોટોશૂટને લઈ તેનો સપોર્ટ કર્યો છે અને હવે આ લિસ્ટમાં આલિયા ભટ્ટનું નામ પણ જોડાય ગયું છે. અભિનેત્રીએ ‘ગલી બોય’માં પોતાના કો-સ્ટાર અને ફ્રેન્ડ રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને સપોર્ટ કર્યો હતો.
આલિયાએ 'ડાર્લિંગ્સ'ના ટ્રેલર લૉન્ચમાં કહ્યું હતું કે રણવીર તેનો ફેવરિટ એક્ટર છે અને તે તેની વિરુદ્ધ કોઈ વાત સહન કરશે નહીં. દીપિકા પતિના ન્યૂડ ફોટોશૂટથી ઇમ્પ્રેસ થઈ હતી.
ફરિયાદીએ રણવીરની ધરપકડની માગ કરી
એટલું જ નહીં આ કેસમાં ફરિયાદીએ રણવીરની ધરપકડની પણ માગ કરી છે. ફરિયાદીએ એક્ટરની વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાની માગ કરી હતી. રણવીરની વિરુદ્ધ IPCની કલમ 509, 292, 294 આઈટી એક્ટની સેક્શન 67A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NGO ચલાવનાર લલિત શ્યામે રણવીર સિંહની વિરુદ્ઘ FIR નોંધાવી છે. તેમની માગ છે કે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પરથી રણવીરની ન્યૂડ તસવીર હટાવવામાં આવે. સોમવારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આજે એટલે કે મંગળવારે રણવીર સિંહની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી.
રણવીર સિંહને પાંચ વર્ષની સજા થઈ શકે છે
NGOની તરફથી FIR દાખલ કરાવનાર વકીલે એક ન્યૂઝ વેબ સાઈટને જણાવ્યું કે, NGO અધિકારી રણવીરની ધરપકડની માગ કરી રહ્યા છે. પોલીસે તપાસ માટે 48 કલાકનો સમય માગ્યો હતો. તેના પછી રણવીરની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. વકિલે જણાવ્યું કે, IPCની કલમ 292 અંતર્ગત 5 વર્ષ અને કલમ 293 અંતર્ગત 3 વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ આઈટી એક્ટ 67A અંતર્ગત 5 વર્ષની સજા થઈ શકે છે.
ન્યૂડ ફોટોશૂટ અંગે રણવીરે શું કહ્યું? 'પેપર મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર