Home /News /entertainment /જ્યારે પોલીસે શિલ્પાને પૂછ્યું, શું આપ રાજના પોર્ન વીડિયો બિઝનેસ વિશે જાણો છો? તેણે આપ્યો આવો જવાબ
જ્યારે પોલીસે શિલ્પાને પૂછ્યું, શું આપ રાજના પોર્ન વીડિયો બિઝનેસ વિશે જાણો છો? તેણે આપ્યો આવો જવાબ
File Photo
Raj Kundra Pornography Case: ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ જાણવામાં લાગી ગઇ છે કે, આ આખા મામલે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નું ઇન્વોલમેન્ટ કેટલું છે. શિલ્પાનાં આ સવાલનો જવાબ માંગવામાં આવ્યો કારણ કે, તે 'વિયાન ઇન્ડસ્ટ્રીઝ'નાં નિર્દેશકનાં પદ પર હતી. ગત વર્ષે એટલે કે 2020માં તેણે આ પદેથી રાજીનામું આપી દીધુ હતું
પોર્નોગ્રાફી કેસ (Pornography Case)માં સતત થઇ રહેલી પુછપરછ બાદ કેસમાં સતત નવાં ખુલાસા થઇ રહ્યાં છે પોલીસે દાવો કર્યો છે કે, આ ખેસમાં રાજ કુન્દ્રા (Raj Kundra) મુખ્ય ષડયંત્રકારી છે. પોલીસે રાજ કુન્દ્રાની ઓફિસમાં ભારે માત્રામાં અશ્લિલ વીડિયો અને ઇલેક્ટ્રિક ડિવાઇઝ મેળવી છે. પોલીસે જલ્દીથી આ કેસ ઉકેલવાં માંગે છે. તેથી 27 જુલાઇ સુધીનાં પોલીસ રિમાન્ડ મળઅયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રાનાં ઘરની તલાશી અને પૂછપરછ માટે પહોંચી છે. આ દરમિયાન પોલીસે શિલ્પાને ઘણાં સવાલ કર્યા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ માલૂમ કરવામાં લાગી છે કે, આ આખા કેસમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નું ઇનવોલ્વમેન્ટ કેટલું છે. શિલ્પા પાસે એટલે સવાલ કરવામાં આવી રહ્યાં છે કારણ કે, તે એક સમયે વિયાન ઇન્ડસ્ટ્રીઝની નિર્દેશક રહી ચુકી છે. ગત વર્ષે 2020માં તેણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. પોલીસે પુછપરછમાં 10 સવાલ તેને કર્યા હતાં. જેમાંથી એક સવાલ હતો કે, શું તે તેનાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)નાં પોર્ન વીડિયો વાળા બિઝનેસ અંગે જાણે છે?
આ સવાલનાં જવાબમાં શિલ્પા શેટ્ટીએ પોલીસને સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તે, પોર્ન એપ અને પોર્ન ફિલ્મ અંગે કંઇ જ જાણતી નથી. તેણએ દાવો કર્યો કે, તેનો પતિ રાજ કુન્દ્રા નિર્દોષ છે. અને કહ્યું કે, અન્ય આરોપીઓ પોર્ન બનાવતા હશે. લંડનમાં બેસેલા રાજ કુન્દ્રાનાં સંબંધી જે એપમાં વીડિયો અપલોડ કરે છે તેમનો હાથ હોઇ શકે છે. શિલ્પાએ કહ્યું કે, તે એપ માટે વીડિયોઝ બનતા હતાં પણ તે પોર્ન વીડિયોઝ નહોતા હોતા.
ક્રાઇમ બ્રાન્ચ આ પણ જાણવામાં લાગી છે કે, શિલ્પાએ વિયાન કંપનીનાં ડિરેક્ટરનાં રૂપમાં કેટલાં દિવસ સુધી કામ કર્યું હતું રાજ કુન્દ્રા કેસમાં શિલ્પા શેટ્ટીને હજુ સુધી સમન્સ કેમ બજાવવામાં આવ્યું નથી. તેનાં પર લોકો પ્રશ્ન કરી રહ્યાં છે ત્યારે આવનારા સમયમાં શિલ્પાની વધુ પુછપરછ થઇ શકે તો નવાઇ નહીં.
" isDesktop="true" id="1117536" >
રાજ કુન્દ્રા કેસમાં તપાસ અધિકારી 'વિયાન ઇન્ડસ્ટ્રી'માં લાગેલાં CCTV ફૂટેજને બારીકાઇથી તપાસી રહી છે. તપાસ ટીમ તે વ્યક્તિને પણ શોધી રહી છે જેણે એપ્સ માટે ડિજિટલ કોન્ટેંટને હોસ્ટ કરવાનાં સર્વરથી ડેા ડિલીટ કર્યો હતો. ફોરેન્સિક એક્સપર્ટ પણ ડિલીટ કરેલો ડેટા રિસ્ટોર કરવાનો પ્રયાસ કરી રહી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર