Home /News /entertainment /

લતા મંગેશકરને યાદ કરીને ફરી PM Modiનું દર્દ છલકાયું, કહ્યું- 'હું એક રાખડીથી ગરીબ થઈ ગયો'

લતા મંગેશકરને યાદ કરીને ફરી PM Modiનું દર્દ છલકાયું, કહ્યું- 'હું એક રાખડીથી ગરીબ થઈ ગયો'

લતા મંગેશકર પીએમ મોદીને રાખડી બાંધતી હતી.

લતા મંગેશકર (Lata Mangeshkar)ના અવસાન બાદ તેમના સન્માનમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ (Lata Deenanath Mangeshkar Award)ની જાહેરાત કરવામાં આવી હતી, ફક્ત વર્ષમાં એક જ વ્યક્તિને અપાતો આ એવોર્ડ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આપવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  સૂર સમ્રાગિની લતા મંગેશકર (Lata Mangeshkar) હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના દ્વારા ગાયેલા હજારો ગીતો દ્વારા તેઓ આજે પણ ચાહકોના હૃદયમાં જીવંત છે. લતા દીદીના ભાઈ સંગીતકાર હૃદયનાથ મંગેશકરે (Hridaynath Mangeshkar) લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર (Lata Deenanath Mangeshkar Award)ની રકમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેર ફંડ (PM Cares Fund)માં દાન કરવાનો નિર્ણય કર્યો છે.

    લતા મંગેશકરના અવસાન બાદ તેમની સ્મૃતિ અને સન્માન માટે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ એવોર્ડ માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે માત્ર તે જ વ્યક્તિ આ પુરસ્કારનો હકદાર બનશે જેણે દેશ અને તેના લોકો માટે મહાન અને અનુકરણીય યોગદાન આપ્યું હશે. આ અંતર્ગત પીએમ મોદીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    પીએમ મોદીએ પૈસા દાન કરવાનો નિર્ણય લીધો હતો
    પીએમ મોદીએ આ એવોર્ડથી મળેલી રકમ એક ચેરિટીને દાન કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રસ્ટે જણાવ્યું કે તેણે પીએમ કેર ફંડમાં ચેરિટી માટે આપેલા એક લાખ રૂપિયાનું દાન કરવાનો નિર્ણય લીધો છે. હૃદયનાથ મંગેશકરે 26 મેના રોજ એક ટ્વિટમાં કહ્યું હતું કે તેમને પીએમ મોદીનો એક પત્ર મળ્યો છે.

    PM મોદીએ પત્રમાં શું લખ્યું?
    પીએમ મોદીએ આ પત્રમાં લખ્યું- 'ગયા મહિને મુંબઈમાં એવોર્ડ સમારોહ દરમિયાન મને જે સ્નેહ મળ્યો તે હું ક્યારેય ભૂલી શકતો નથી. નાદુરસ્ત તબિયતને કારણે હું તમને મળી ન શક્યો એનો મને અફસોસ છે, પણ આદિનાથે કાર્યક્રમનું સંચાલન સારી રીતે કર્યું.

    આ પણ વાંચો: Lata Mangeshkar પોતાના ગીતોથી બનાવ્યો હતો અનોખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, નાની બહેને છીનવી લીધો હતો તાજ!

    લતા દી ને કર્યા ફરી યાદ
    તેમણે આગળ લખ્યું, 'જ્યારે હું આ એવોર્ડ લેવા અને મારું વક્તવ્ય આપવા ઉભો થયો, ત્યારે ઘણી લાગણીઓએ મને ઘેરી લીધો. મને સૌથી વધુ યાદ મને લતા દીદીની આવી. જ્યારે હું એવોર્ડ મેળવી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે આ વખતે હું હવે એક રાખડીથી ગરીબ બની ગયો છું. મને સમજાયું કે મને હવે મારા સ્વાસ્થ્ય વિશે પૂછતા અને વિવિધ વિષયો પર ચર્ચા કરતા ફોન કૉલ્સ નહીં આવે.

    pm narendra modi wrote emotional latter to lata mangeshkar brother
    પીએમ મોદીનો લતા મંગેશકરના ભાઈને પત્ર


    આ પણ વાંચો:  દીદીનાં અંતિમ દિવસોનાં વીડિયો વાયરલ, ઝલક જોઇને મન દ્રવી ઉઠશે

    મંગેશકર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો
    તેમણે પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે આ એવોર્ડ સાથે મને 1 લાખ રૂપિયાની રોકડ રકમ મળી છે, શું હું તેને તેમના કાર્ય માટે કોઈ સેવાભાવી સંસ્થાને દાન આપવા વિનંતી કરી શકું? આ રકમનો ઉપયોગ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કરી શકાય છે, જે લતા દીદી હંમેશા કરવા ઇચ્છતા હતા. તેમણે અંતમાં લખ્યું- 'હું ફરી એકવાર મંગેશકર પરિવારનો આભાર વ્યક્ત કરું છું અને લતા દીદીને શ્રદ્ધાંજલિ આપું છું.'
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Lata Mangeshkar, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર