Home /News /entertainment /

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક્ટરનો વીડિયો શેર કરીને કહ્યું - 'જ્યાદા સાવધાન'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક્ટરનો વીડિયો શેર કરીને કહ્યું - 'જ્યાદા સાવધાન'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આ વીડિયો શેર કરીને લોકોને કોરોનાથી વધુ સાવધાન રહેવાની અપીલ કરી છે.

    કોરોનાનો (Coronavirus) ખતરો વિશ્વભરમાં ફેલાયો છે. અને જાણીતા રાજનેતાથી લઇને સેલેબ્રિટી આ કપરા સમયમાં પોત પોતાની રીતે આ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) એક બોલીવૂડ એક્ટરનો વીડિયો શેર કરીને લોકોને કોરોનાથી વધુ સાવધાન રહેવાની અપીલ કરી છે. નોંધનીય છે કે વડાપ્રધાન ભાગ્યેજ કોઇ બોલિવૂડ (Bollywood) સ્ટારનો વીડિયો શેર કરતા હોય છે. પણ એક એક્ટરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થઇ રહ્યો છે કે પીએમ પણ તેની શેર કર્યો છે. આ બોલિવૂડનો એક્ટર બીજું કોઇ નહીં પણ કાર્તિક આર્યન (kartik aaryan) છે.

    જેમણે હાલમાં જ પ્યાર કા પંચનામા જેવો તેમનો મોનોલોગ કોરોના પર બનાવીને લોકોને જાગૃત કરવા માટે પોતાના સોશિયલ એકાઉન્ટ પર મૂક્યો હતો. જેમાં તેમણે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી. આ જ વીડિયોને શેર કરતા પીએમ મોદીએ લખ્યું છે કે એક યુવા એક્ટરને તમને કંઇ કહેવું છે. આ તે સમય છે જ્યારે 'જ્યાદા સાવધાન' રહેવાની જરૂર છે અને સાથે જ તેમને Do 'Corona ka Punchnama' તેમ પણ લખ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયો શેર કર્યા પછી લોકો તેની પર લાઇક કરી રહ્યા છે. કાર્તિક આર્યનનો આ વીડિયો તેમના પેજ પર પણ ખૂબ જ લોકપ્રિય થઇને શેર થયો હતો.




    ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં કાર્તિક આર્યનનીઆવેલી ફિલ્મ પ્યાર કા પંચનામા તેના મોનોલોગ માટે ફેમસ થઇ હતી. અને તે પછી કાર્તિકે કોરોના પર પણ આવો જ પાંચ મિનિટનો વીડિયો બનાવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Coronavirus, Kartik aaryan, નરેન્દ્ર મોદી, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन