PM નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ 'મન બૈરાગી'નું પહેલું પોસ્ટર રિલીઝ

News18 Gujarati
Updated: September 17, 2019, 1:23 PM IST
PM નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ 'મન બૈરાગી'નું પહેલું પોસ્ટર રિલીઝ
'મન બૈરાગી' (Mann Bairagi) નામથી આવી રહેલી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) અને મહાવીર જૈન પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

'મન બૈરાગી' (Mann Bairagi) નામથી આવી રહેલી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) અને મહાવીર જૈન પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) PM નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)નાં જીવન પર એક ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આજે પ્રધાનમંત્રી મોદીનાં 70માં જન્મ દિવસે આ પોસ્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર 'બાહુબલી' સ્ટાર પ્રભાસે તેનાં ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. 'મન બૈરાગી' (Mann Bairagi) નામથી આવનારી આ સ્પેશલ ફિચર ફિલ્મ પ્રધાનમંત્રી મોદીનાં જીવનની અજાણી કહાની છે. આ કાહની હવે પબ્લિક પ્લેટફર્મ પર રજૂ કરવામાં આવશે.

આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈન મળીને પ્રોડ્યુસ કરશે. તેની કહાની સંજય ત્રિપાઠીએ લખી છે. ફિલ્મનું ડિરેક્શન પણ સંજય લીલા ભણસાલી જ કરશે. ફિલ્મ મેકર્સનું માનવું છે કે PM મોદીનાં જીવનમાં એક નિર્ણયાક ક્ષણ રહી છે અને 'મન બૈરાગી' તેનાં ઉપર જ હશે. આ ફિલ્મ સંપૂર્ણ ઇમાનદારી અને ગંભીરતાથી બનાવવામાં આવશે.

ભણસાલી થયા મોદીનાં જીવનથી પ્રભાવિત- ફિલ્મ અંગે વાત કરતાં ભણસાલી કહે છે કે, આ ખહાનીને યૂનિવર્સલ અપીલ અને મેસેજે મને આકર્ષિત કર્યો હતો. કહાની સંપૂર્ણ રીતે રિસર્ચ બાદ તૈયાર કરવામાં આવી છે. એક યુવાન તરીકે PM મોદીનાં જીવનમાં ટર્નિંગ પોઇન્ટે મને ખુબજ ઇમ્પ્રેસ કરી છે. મને અનુભવ થયો કે, આ કહાની અત્યાર સુધી જાહેર થઇ નથી. અને તેને સૌને જણાવવી જરૂરી છે.

આ એક હ્યૂમન ઇન્ટ્રેસ્ટની કાહની- ડિરેક્ટર સંજય ત્રિપાઠીનું માનવું છે કે, આ ફિલ્મ દરેક ભારતવાસીઓનાં દિલનાં તાર છંછેડશે. તેમણે કહ્યું કે, 'મારા માટે એક હ્યૂમન ઇન્ટ્રેસ્ટની કહાની છે. એક વ્યક્તિનાં પોતાને શોધવાની કહાની છે. જે આગળ વધતો ગયો અને ધીમે ધીમે તે દેશનો આટલો મજબૂત નેતા બની ગયો.'
First published: September 17, 2019
વધુ વાંચો
अगली ख़बर