YouTube પરથી ગુમ થયું ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર

News18 Gujarati
Updated: April 16, 2019, 9:01 PM IST
YouTube પરથી ગુમ થયું ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર
YouTube પરથી ગુમ થયું ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્રેલર

માર્ચમાં રીલિઝ થયેલું આ ટ્રેલર અચાનક ઇન્ટરનેટ પરથી ગુમ થઇ ગયું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શું તમે 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર જોયું છે? જો નહીં તો હમણાં તમે આ ટ્રેલર નહીં જોઇ શકો. કેમ કે, આનું ટ્રેલર યુ-ટ્યુબ પરથી ગુમ થઇ ગયું છે. માર્ચમાં રીલિઝ થયેલું આ ટ્રેલર અચાનક ઇન્ટરનેટ પરથી ગુમ થઇ ગયું છે. ગુગલ હોય કે યુ-ટ્યુબ, અહીં ટ્રેલર જોવા મળતું નથી. જો તમે 'પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક' સર્ચ કરો છો તો ટોપમાં 'મોદી: જર્ની ઓફ ધ કોમન મેન' જોવા મળે છે. જો તમે યુ-ટ્યુબ પર 'પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક ટ્રેલર' ટાઇપ કરશો તો રિઝલ્ટ આવશે 'આ વીડિયો ઉપલબ્ધ નથી'. 'મોદી બાયોપિક ટ્રેલર' લખીને પણ ફિલ્મનું ટ્રેલર શોધવાનો પ્રયાસ કરાયો તો ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર મળ્યું નહીં.


આ પણ વાંચો: કુંવારી મા બનવાની છે એમી, શેર કર્યો બેબી બમ્પની તસવીરો

ટ્રેલર આ રીતે ઇન્ટરનેટ પરથી ગુમ થવાનું કારણ તેની રીલિઝ પર લાગેલી રોક હોઇ શકે છે. ચૂંટણી પંચે આ ફિલ્મની રીલિઝ પર રોક લગાવી છે. ફિલ્મનું ટ્રેલર 12 માર્ચે રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીના પાત્રમાં છે. આ ફિલ્મ 12 એપ્રિલે રીલિઝ થવાની હતી. તે બાદ રીલિઝ ડેટ 5 એપ્રિલ કરવામાં આવી. તમામ વિવાદો બાદ સમાચાર આવ્યા હતા કે ફિલ્મ 11 એપ્રિલે રીલિઝ થશે. આખરે ચૂંટણી પંચે ફિલ્મની રીલિઝ ડેટ પર રોક લગાવી દીધી.
First published: April 16, 2019
વધુ વાંચો
अगली ख़बर