PM મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઇ, હવે આ તારીખે થશે ફિલ્મ રિલીઝ

News18 Gujarati
Updated: March 15, 2019, 5:06 PM IST
PM મોદીની બાયોપિકની રિલીઝ ડેટ બદલાઇ, હવે આ તારીખે થશે ફિલ્મ રિલીઝ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલવામાં આવી છે

  • Share this:
મુંબઇ: ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જીવન પર બની ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ખસેડવામાં આવી છે. વિવેક ઓબેરોયની આ ફિલ્મ હવે તેની નિશ્ચિત રિલીઝ ડેટ કરતાં પાછળ ખસશે. રાષઅટ્રીય પુરસ્કાર વિજેતા ઉમંગ કુમારનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ PM મોદી પહેલાં 5 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી પણ હવે આ રિલીઝ ડેટ 12 એપ્રિલનાં રોજ રિલીઝ થશે. આ વાતની જાણકારી ખુદ ઓમંગ કુમારની ટ્વિટના માધ્યમથી આપી છે.

આપને જણાવી દઇએ કે, સરબજીત અને મેરી કોમ જેવી શાનદાર બાયોપિક બનાવી ચુક્યા છે. ફિલ્મનું પોસ્ટર 7 જાન્યુઆરીનાં 23 ભાષાઓમાં જારી કરવામાં આવ્યું હતું. ઓમંગ કુમારની ફિલ્મની બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળે છે. અને આ ફેન્સની ઉમ્મીદ પર ખરી ઉતરી છે.

આ ફિલ્મમાં એક્ટર વિવેક ઓબેરોય પીએમ મોદીનો કિરદાર નિભાવશે. તો તેનાં સૌથી નજીકનાં અમિત શાહનો રોલ એક્ટર મનોજ જોષી નીભાવશે. તો એક્ટ્રેસ ઝરીન વહાબ તેમની માતા હીરાબેનનો રોલ અદા કરશે. તેમની પત્ની જશોદા બેનનો રોલ એક્ટ્રેસ બરખા બિષ્ટ સેનાગુપ્તા અદા કરશે. હાલમાં ઉત્તરાખંડમાં તેની શૂટિંગ ખુબજ ઝડપથી શરૂ થઇ રહ્યું છે.



શૂટિંગ પર ઘાયલ થયો હતો વિવેક ઓબેરોય- ગત રવિવારે વિવેક ઓબેરોય હર્ષિલ ધરાલીએ ગંગા કિનારે શૂટિંગ કરી રહ્યો હતો. વિવેક ખુલ્લા પગે ગંગા કિનારે ચાલી રહ્યો હતો ત્યારે ઝાડનો કાંટો ઘુસી જાય છે. સેટ પર હાજર ડોક્ટર્સે તેનો ઉપચાર કર્યો હતો. તેની ઇજા વધુ હતી ટાકાં લેવા પડ્યા હતાં. વિવેક ઓબરોય આ ફિલ્મને લઇ ખાસો ઉત્સાહિત છે. તેથી કોઇ જ વાતની ચિંતા કર્યા વગર તે શૂટિંગ કરી રહ્યો છે.
First published: March 15, 2019
વધુ વાંચો
अगली ख़बर