Home /News /entertainment /PM નરેન્દ્ર મોદીએ બોલિવૂડ સહિત તામિલ-તેલુગૂ ફિલ્મ વિશે કહી આ વાત

PM નરેન્દ્ર મોદીએ બોલિવૂડ સહિત તામિલ-તેલુગૂ ફિલ્મ વિશે કહી આ વાત

પીએમ નરેન્દ્ર મોદીએ દેશને કર્યુ સંબોધિત

દેશને સંબોધન કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગને આમંત્રણ આપ્યું છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​ગુરુવારે સાંજે દેશને સંબોધન કર્યું. આ સમય દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો સંબંધિત આર્ટિકલ 370 અને Article 35A હટાવવાની બાબતો પર વાત શેર કરી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાથી કેવી રીતે લાભ થશે. પોતાના સંબોધનમાં તેમણે કાશ્મીરમાં પર્યટન અને ફિલ્મોના શૂટિંગ વિશે પણ વાત કરી. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી છે કે હવે કાશ્મીરમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવશે.

    તેમણે કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિશ્વની સૌથી મોટી ટૂરિસ્ટ હબ બનવાની સંભાવના ધરાવે છે. એક સમય હતો જ્યારે કાશ્મીર બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ માટે સૌથી પ્રિય સ્થળ હતું. તે દરમિયાન ભાગ્યે જ એવી કોઈ ફિલ્મ આવી હશે જેનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં ન આવ્યું હોય. તેમણે કહ્યું, 'હવે કાશ્મીરમાં હાલત સામાન્ય થઈ ગઈ છે, તો પૂરો દેશ જ નહીં પરંતુ દુનિયાભરના લોકો શૂટિંગ માટે કાશ્મીર આવશે. દરેક ફિલ્મ કાશ્મીરના લોકો માટે રોજગારની નવી તકો લાવશે.



    પીએમ મોદીએ આખા ફિલ્મ ઉદ્યોગને સંબોધન કરતાં કહ્યું હતું કે 'હું હિન્દી ફિલ્મ ઉદ્યોગ, તેલુગુ ફિલ્મ ઉદ્યોગ, તમિલ ફિલ્મ ઉદ્યોગ અને સંબંધિત તમામ ઉદ્યોગોના લોકોને જમ્મુ-કાશ્મીરમાં શૂટિંગ, રોકાણ અને થિયેટરો સ્થાપવા વિનંતી કરું છું. આ રીતે તેમણે સંપૂર્ણ ભારતીય ફિલ્મ ઉદ્યોગને જમ્મુ કાશ્મીરમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે.

    ખુલી ગયા દરવાજા


    સાથે જ સોશિયલ મીડિયા પર એવું પણ માનવામાં આવે છે કે ભોજપુરી ફિલ્મ્સનું શૂટિંગ પણ અહીં જ કરવામાં આવશે. એટલે કે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સિનેમા માટે ઘણા દરવાજા ખોલ્યા છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા પણ કરી છે. હવે એ જોવું રહ્યું કે પીએમે જેવી રીતે ફિલ્મ ઉદ્યોગને સંબોધન કર્યુ તો લોકો કેવી પ્રતિક્રિયા આપે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Film industry, Jammu Kashmir, પીએમ નરેન્દ્ર મોદી, બોલીવુડ, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन