Lok Sabha Election 2019 પહેલાં રીલિઝ થશે PM મોદીની વેબ સીરિઝ?

પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ઉપરાંત તેમની પર એક વેબ સીરિઝ પણ ટૂંક સમયમાં દર્શકો સામે આવશે

News18 Gujarati
Updated: March 14, 2019, 12:11 PM IST
Lok Sabha Election 2019 પહેલાં રીલિઝ થશે PM મોદીની વેબ સીરિઝ?
આ વેબ સીરિઝનું નામ મોદી છે
News18 Gujarati
Updated: March 14, 2019, 12:11 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ઉપરાંત તેમની પર એક વેબ સીરિઝ પણ ટૂંક સમયમાં દર્શકો સામે આવશે. આ વેબ સીરિઝ ઉમેશ શુક્લા અને આશિષ વાઘ મળીને બનાવી રહ્યાં છે. આ વેબ સીરિઝનું નામ 'મોદી' છે. ઇરોઝ નાઉની આ વેબ સીરિઝ એપ્રિલમાં શરૂ થશે. મનાય છે કે, એપ્રિલમાં લોકસભા ચૂંટણીની આસપાસ જ તે રીલિઝ થશે.

ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે વેબ સીરિઝનું પોસ્ટર શેર કરતાં માહિતી આપી છે. આ સીરિઝમાં પીએમ મોદીના પાત્રમાં મહેશ ઠાકુર જોવા મળશે. આ સીરિઝ દસ ભાગમાં હશે. 'ઓહ માય ગોડ' અને '102 નોટ આઉટ' જેવી ફિલ્મ્સ આપી ચૂકેલા ઉમેશ શુક્લાથી આ વેબ સીરિઝને લઇને ઘણી આશાઓ છે.

કહેવાય છે કે, આ વેબ સીરિઝમાં પીએમ મોદીના બાળપણથી લઇને તેમના રાજકીય સફર સુધીની કહાણી બતાવવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમની સફર અને પછી ચૂંટણીની કહાણી જેણે તેમને દેશના વડાપ્રધાન બનાવ્યા. આ વેબ સીરિઝમાં પીએમ મોદીને જુદી-જુદી ઉંમરે બતાવવામાં આવશે. તે પાત્ર ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુર ભજવશે.


 આ પણ વાંચો: મોદીની બાયોપિકમાં ગોધરાકાંડ પણ હશે, વડોદરામાં ડબ્બો સળગાવાયો

આ સીરિઝની કહાણી મિહીર ભૂટા અને રાધિકા આનંદે લખી છે. દરેક એપિસોડ લગભગ 35થી 40 મિનિટનો હશે. આ વેબ સીરિઝનું શૂટિંગ ગુજરાત, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કાશ્મીરના અસલ લોકેશન પર થયું છે.
First published: March 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...