કેમ PM મોદીએ Tweet કરીને કર્યા ટીમ 'કૂલી નં-1'નાં વખાણ..?

વરૂણ ધવને શેર કરેલી તસવીર

ગત અઠવાડિયે, એક્ટર વરૂણ ધવને તેની ફિલ્મ 'કૂલી નંબર-1'ની રિમેકનાં સેટ પરથી એક તસવીર શેર કરી હતી જેમાં તેણે સેટ પર પ્લાસ્ટિકનો વપરાશ નહિવત છે તેવી વાત કરી હતી.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રધાનમંત્રી મોદીએ આ વખતે લાલકિલ્લા પરથી જાહેર કર્યુ હતું કે તેઓ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઇચ્છે છે. અને તે માટે તેઓ દરેક ભારતીય તરફથી યોગદાન ઇચ્છે છે. આ સાથે જ સૌ કોઇ પ્રધાનમંત્રીની આ ચળવળનો ભાગ બનવા પોતાનું પોગદાન આપી રહ્યાં છે.

  એક અઠવાડિયા પહેલાં જ બોલિવૂડ એક્ટર વરૂણ ધવને તેનાં ટ્વટિર પેજ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીર તેની ફિલ્મ 'કૂલી નંબર-1'ની રિમેકનાં સેટ પરની હતી. આ સેટ પર કોઇ જ પ્લાસ્ટિકની બોટલ નથી વાપરતું તેઓએ સ્ટિલની બોટલ વાપરીને ટ્વિટ કરી હતી કે તેઓ તેમનાં સેટને પ્લાસ્ટિક ફ્રી ઝોન બનાવી રહ્યાં છે.

  આ પણ વાંચો- યુવતીઓને ભૂખી રાખીને દેહ વેપાર કરાવતી હતી એક્ટ્રેસ, થઇ શકે આજીવન કેદ

  વરૂણ ધવનની આ જ ટ્વિટને PM નરેન્દ્ર મોદી દ્વારા રીટ્વિટ કરવામાં આવી છે અને તેમની આ પહેલનાં વખાણ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, 'સુંદર કાર્ય'. 'મને જોઇને આનંદ થયો કે ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફિલ્મી દુનીયાનાં લોકો પણ પોતાનું યોગદાન આપી રહ્યાં છે. '  વરૂણ ધવને આ તસવીર શેર કરી છે જે ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ 'કૂલી નંબર-1'ની રિમેકનાં સેટ પરની છે . આ તસવીરમાં તમામનાં હાથમાં જે બોટલ દેખાઇ રહી છે તે સ્ટીલની છે. અને તેની ઉપર કૂલી નંબર-1 પ્રિન્ટ કરેલું છે. આ તસવીરમાં વરૂણ ધવન, ડેવિડ ધવન, સારા અલી ખાન, જેકી ભગનાની ઉપરાંત આખી ટીમ નજરઆવી રહી છે.

  આ પણ વાંચો-પતિ વિરાટ સાથે અનુષ્કા બીચ પર માણી રહી છે રજાઓ, જુઓ તસવીરો

  આપને જણાવી દઇએ કે, વરૂણ અને સારાની આ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે જેને પ્રોડ્યુસ વાસુ ભગનાની કરી રહ્યાં છે. આ ફિલ્મ વર્ષ 2020માં 1 મેનાં રોજ રિલીઝ થશે.
  Published by:Margi Pandya
  First published: