Home /News /entertainment /PM મોદીએ નથી જોઇ અક્ષય કુમારની એક પણ ફિલ્મ, જણાવ્યું ફેવરિટ સોન્ગ

PM મોદીએ નથી જોઇ અક્ષય કુમારની એક પણ ફિલ્મ, જણાવ્યું ફેવરિટ સોન્ગ

અક્ષય કુમાર સાથે પીએમ મોદી

વડાપ્રધાનએ કહ્યું કે તે તાજેતરના વર્ષોમાં ફક્ત બે વખત ફિલ્મો જોઇ છે. એકવાર અમિતાભ બચ્ચનની વિનંતી પર અને બીજી વખત અનુપમ ખેરની વિનંતી પરત તેમણે ફિલ્મ જોઇ.

અક્ષય કુમાર સાથેની એક મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરળ વિષયો પર વાત કરતા નજર આવ્યાં અને લોકસભા ચૂંટણીનાં ગરમાવો વચ્ચે તેઓને અલગ વિષયો પર વાત કરવાનું પસંદ આવ્યું. અક્ષય કુમાર સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેઓ વધુ ફિલ્મો જોતા નથી અને વડાપ્રધાન બન્યા પછી તો તેઓ એટલા વ્યસ્ત છે કે ફિલ્મો જોઈ નથી શકતા. પીએમ મોદીએ અક્ષયને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે બે ફિલ્મો જોઇ છે અને અક્ષયની કોઇ ફિલ્મ પીએમ મોદીએ જોઇ નથી. પરંતુ તેમના કામને તેઓ ખૂબ પસંદ રે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી તેઓને યાદ આવે છે, છેલ્લા થોડા વર્ષોમાં તેમણે માત્ર બે ફિલ્મો જોઇ છે. એકવાર અમિતાબ બચ્ચન વિનંતી પર ફિલમ 'પા' (2009) જોઇ હતી અને બીજી ફિલ્મ અનુપમ ખેરના કહેવા પર 'એ વેનસડે' (2018) માં જોઇ હતી. જે તેમને ખૂબ જ પસંદ આવી હતી અને અનુપમ ખેરનું કામ પણ તેમને સારુ લાગ્યું હતુ.

અક્ષયે આ દરમિયાન પીએમને તેમની ફિલ્મ 'ટોયલેટ એક પ્રેમ કથા' વિશે જણાવ્યું હતું. અક્ષયે કહ્યું કે તેણે આ ફિલ્મને ગીતો-સંગીત, ભાવનાત્મક કહાનીઓ મૂકીને સંપૂર્ણ રીતે વ્યાપારી બનાવી છે.

પ્રિય ગીત

વડાપ્રધાન મોદીએ આ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ફિલ્મ કલાકારોએ આવી અર્થપૂર્ણ ફિલ્મો બનાવવી જોઈએ. દરમિયાન અક્ષયે પીએમને પૂછ્યું કે તેમને કયુ ગીત પસંદ છે. પીએમએ જણાવ્યું હતું કે આજકાલના ગીતોને તેઓ સાંભળતા નથી, પરંતુ'1968માં આવેલી ફિલ્મ 'ઓ પવન વેગસે ઉડનેવાલી' તેમને પસંદ છે.
" isDesktop="true" id="864262" >

ચિત્તોડગઢના કિલા પર મુઘલ સેનાએ હુમલો અને ચિત્તોડગઢ કિલ્લા પર રાજપૂત યોદ્ધાઓના મૃત્યુની કહાની પર આધારિત આ ફિલ્મમાં લીડ ભૂમિકા નિરુપા રોયે ભજવી હતી અને આ ફિલ્મનું ગીત લડાઇ માટે જીતેલા વીર યોદ્ધાઓના ઘોડાની તેમની રક્ષા કરવા માટે આહવાન કર્યુ હતુ.

લતા મંગેશકરે આ ગીતમાં તેમનો અવાજ આપ્યો છે અને ભરત વ્યાસે આ ગીત લખ્યુ છે.
First published:

Tags: ENT, અક્ષય કુમાર, નરેન્દ્ર મોદી, પીએમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો