'પબ્લિક ડિમાન્ડ' પર હવે આ તારીખે રીલિઝ થશે PM મોદીની બાયોપિક

News18 Gujarati
Updated: March 21, 2019, 9:55 AM IST
'પબ્લિક ડિમાન્ડ' પર હવે આ તારીખે રીલિઝ થશે PM મોદીની બાયોપિક
બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીનું બીજું પોસ્ટર રીલિઝ

બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું બીજું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું બીજું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં પીએમ મોદીનો પાત્ર ભજવી રહેલાં વિવેક ઓબેરોયે આ પોસ્ટર શેર કરતાં ફિલ્મની નવી રીલિઝ ડેટ પણ જાહેર કરી. પહેલાં 12 એપ્રિલે રીલિઝ થનારી આ ફિલ્મ હવે 5 એપ્રિલે રીલિઝ થશે.

ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ એસ સિંહે જણાવ્યું કે, અમે પબ્લિક ડિમાન્ડને લીધે આ ફિલ્મ એક વીક પહેલં રીલિઝ કરી રહ્યાં છે. આ ફિલ્મને લઇને લોકોમાં બહુ પ્રેમ અને આશા છે. અમે દર્શકોને વધુ સમય રાહ જોવડાવવા માગતા નથી. તે 1.13 અબજ લોકોની કહાણી છે અને તેમને તેમની કહાણી બતાવવા માટે હું વધુ રોકાઇ શકતો નથી.

 આ પણ વાંચો: Sacred Games 2: 14 દિવસમાં કંઇક મોટું થશે, કરાઇ જાહેરાતઆ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિંદી ભાષામાં રીલિઝ થશે. પહેલાં આ પોસ્ટર 18 માર્ચે રીલિઝ થવાનું હતું, પરંતુ 17 માર્ચે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધનને લીધે આ કાર્યક્રમ રદ કરાયો હતો. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફિલ્મનું બીજું પોસ્ટર રીલિઝ કરવાના હતા. પરંતુ તમામ કાર્યક્રમ રદ કરાયા. હવે રીલિઝ ડેટ અને પોસ્ટર બન્નેની જાહેરાત થઇ ચૂકી છે.
First published: March 21, 2019, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading