સલમાન ખાન 17 વર્ષની પુત્રીનો પિતા છે, પત્ની રહે છે દુબઈમાં, જાણો ભાઈજાનનો જવાબ

સલમાન ખાન 17 વર્ષની પુત્રીનો પિતા છે, પત્ની રહે છે દુબઈમાં, જાણો ભાઈજાનનો જવાબ
(ફોટો સાભાર - Qu Play/Youtube)

bollywood news - એક વ્યક્તિએ સલમાનની સીક્રેટ ફેમિલી એટલે તેની પત્ની અને 17 વર્ષની પુત્રી જે દુબઈમાં રહે છે તેના વિશે સવાલ કર્યો

 • Share this:
  મુંબઇ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)પોતાના ભાઈ અરબાઝ ખાનના (Arbaaz Khan)શો ‘પિંચ’ની સિઝન-2ના (Pinch 2) પ્રીમિયર પર પહોંચ્યો હતો. 21 જુલાઇથી શરૂ થઇ રહેલા આ શો પર પ્રથમ ગેસ્ટ તરીકે સલમાન ખાન જોવા મળશે. આ શો ના ફોર્મેટ પ્રમાણે લોકોના ટ્વિટ વાંચીને ગેસ્ટને બતાવવાના છે. શો માં અરબાઝે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઘણો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો, જોકે એક વ્યક્તિએ સલમાનની સીક્રેટ ફેમિલી એટલે તેની પત્ની અને 17 વર્ષની પુત્રી જે દુબઈમાં રહે છે તેના વિશે સવાલ કર્યો હતો.

  અરબાઝ ખાને જે કોમેન્ટ વાંચી તેમાં લખ્યું હતું કે ક્યાં છુપાઇને બેઠો છે ડરપોક. ભારતમાં બધા જાણે છે કે તુ દુબઈમાં પોતાની બીબી નૂર અને 17 વર્ષની પુત્રી સાથે છે. ભારતના લોકોને ક્યાં સુધી મુર્ખ બનાવીશ. જેના પર સલમાન તો પહેલા ચકિત રહી ગયો અને પછી કહ્યું કે આ કોના માટે છે?  આ પણ વાંચો - પોર્નોગ્રાફીના ધંધામાં ક્યારેક સાથે હતા રાજ કુન્દ્રા અને શર્લિન ચોપડા, પૈસાને લઇને તૂટી સમજૂતી

  જ્યારે અરબાઝે કહ્યું કે આ કોમેન્ટ તેના પર છે તો સલમાને કહ્યું કે આ લોકોને ઘણી ખબર છે. આ બધી બકવાસ છે. મને નથી ખબર કે કોના વિશે વાત કરી છે અને આ ક્યાં પોસ્ટ કર્યું છે. આ જે કોઇપણ છે તે વિચારે છે કે હું તેને જવાબ આપવા જઈ રહ્યો છું. ભાઈ મારી કોઇ પત્ની નથી. હું ઇન્ડિયામાં રહું છું. ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 9 વર્ષની ઉંમરથી રહી રહ્યો છું. હું આ વ્યક્તિને જવાબ આપવા જઈ રહ્યો નથી, આખું ભારત જાણે છે કે હું ક્યાં રહું છું.  પિંચ-2 પર અરબાઝના ગેસ્ટ પર અનન્યા પાંડે, કિયારા અડવાણી, ફરહાન અખ્તર, ટાઇગર શ્રોફ, રાજકુમાર રાવ અને ફરાહ ખાન પણ હશે. એક ઇન્ટરવ્યૂમાં અરબાઝ ખાને જણાવ્યું હતું કે પિંચની બીજી સિઝન ઘણી મોટી અને બોલ્ડ થવાની છે. સલમાન ખાનને પ્રથમ સિઝનમાં જાણી જોઈને બોલાવ્યો ન હતો કારણ કે તે ઇચ્છતો હતો કે તેને બોલાવ્યા પહેલા શો પોતાની શરતો પર સફળ થઇ જાય.
  Published by:Ashish Goyal
  First published:July 21, 2021, 21:59 pm

  ટૉપ ન્યૂઝ