Home /News /entertainment /ટાઈગર 3 ના સેટ પરથી તસવીરો લીક! સલમાન તુર્કીમાં લાંબી ટનલ-નદી વચ્ચે એક્શન સીન શૂટ કરતો જોવા મળ્યો..

ટાઈગર 3 ના સેટ પરથી તસવીરો લીક! સલમાન તુર્કીમાં લાંબી ટનલ-નદી વચ્ચે એક્શન સીન શૂટ કરતો જોવા મળ્યો..

સલમાનની ફિલ્મ ટાઈગર 3ની તસવીરો લીક થઈ

Tiger 3 Sets Photos Leak: બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ હાલમાં તુર્કીમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન કેટલાક ફોટો લીક થયા છે, જેમાં સલમાન જબરદસ્ત એક્શનની તૈયારી કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

વધુ જુઓ ...
Tiger 3 Sets Photos Leak: બોલિવૂડમાં લાંબા સમય બાદ દુષ્કાળનો અંત આવ્યો અને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ પઠાણે ઝંડો ફરકાવ્યો હતો. આ ફિલ્મને વિશ્વભરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, અને કમાણીની દૃષ્ટિએ પણ તેણે રેકોર્ડ બનાવ્યા હતા. આ ફિલ્મે 1000 કરોડથી વધુની કમાણી કરી હતી, જે આ પહેલા શાહરૂખ ખાનની કોઈ ફિલ્મે નથી કરી. હવે સલમાન ખાનની મોટી ફિલ્મ ટાઈગર 3 યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ સીનની કેટલીક તસવીરો લીક થઈ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હાલમાં તુર્કીમાં ટાઈગર 3 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. સલમાન ખાન ફિલ્મમાં એક્શન સીન્સના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ સેટના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર લીક થયા છે જેમાં સલમાન ખાન એક્શન સીન શૂટ કરતો જોવા મળી રહ્યો છે. તેઓ અલગ-અલગ લોકેશન પર શૂટિંગ કરી રહ્યા છે. એ જોવું રસપ્રદ છે કે સલમાન ખાનની આ ફિલ્મમાં જબરદસ્ત સીન્સ જોવા મળશે. તેઓ નદીની મધ્યમાં, ઊંચી ઇમારતની ટોચ પર અને ઊંડી ટનલની અંદર શૂટિંગ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.



આ પણ વાંચો : હાર્ટ એટેક બાદ સુષ્મિતા સેનનું કમબેક, રેમ્પ વોક કરતી વખતે અભિનેત્રીના ચહેરા પર સ્મિત જોઈ ફેેન્સ થયા ખુશ...

શાહરૂખ સલમાન સાથે જબરદસ્ત કેમિયો કરશે

તમને જણાવી દઈએ કે, યશ રાજ ફિલ્મ્સ દ્વારા પહેલાથી જ જાહેરાત કરવામાં આવી છે કે, સલમાન ખાનની ટાઈગર 3માં શાહરૂખ ખાન કેમિયો કરશે. બંને તેમાં એક્શન સીન શૂટ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ભારતીય જાસૂસ એજન્ટ અવિનાશ સિંહ રાઠોડના રોલમાં જોવા મળશે, જ્યારે બીજી તરફ કેટરિના કૈફની વાત કરીએ તો તે પાકિસ્તાની જાસૂસ ઝોયા હુમૈમીના રોલમાં જોવા મળશે. આ સિવાય ઈમરાન હાશ્મી ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.



ટાઇગર 3 દિવાળી પર રિલીઝ થશે

આ વખતે સલમાન ખાન બે મોટા તહેવારો પર ચાહકો માટે ફિલ્મો લાવી રહ્યો છે. જ્યાં એક તરફ તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના અવસર પર રિલીઝ થશે, તો બીજી તરફ તેની ફિલ્મ ટાઈગર 3 આ દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ એક દમદાર કેમિયો કરશે. ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, ઇમરાન હાશિમી શાહરૂખ ખાન, રિતિક રોશન, કુમુદ મિશ્રા અને દાનિશ હુસૈન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મ અગાઉ 21 એપ્રિલે રિલીઝ થવાની હતી, જે હવે દિવાળીના અવસર પર રિલીઝ થશે.
First published:

Tags: Internet viral, Leak, Salman Khan Movie

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો