Home /News /entertainment /Phule Movie: પ્રતિક ગાંધી જ્યોતિરાવ અને પત્રલેખા સાવિત્રી બાઈના રોલમાં જોવા મળશે, 'ફૂલે'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો

Phule Movie: પ્રતિક ગાંધી જ્યોતિરાવ અને પત્રલેખા સાવિત્રી બાઈના રોલમાં જોવા મળશે, 'ફૂલે'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો

Phule Movie : પ્રતિક ગાંધી અને પત્રલે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈના કિરદારમાં જોવા મળશે

Phule Movie First Look: મહાત્મા ફુલેની 195મી જન્મજયંતિ પર (Mahatma Phule JanmaJayanti) આજે ‘ફૂલે'નો ફર્સ્ટ લૂક (Phule Movie First Look) રિલીઝ કરવામાં આવ્યો છે. 1992 સ્કેમથી સુપરહિટ બનેલો ગુજરાતી પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને સ્ટાર પત્રલેખા (Patralekha) આ ફિલ્મમાં અભિનય કરશે.

વધુ જુઓ ...
  મહાત્મા ફુલેની 195મી જન્મજયંતિ પર (Mahatma Phule JanmaJayanti) આજે ‘ફૂલે'નો ફર્સ્ટ લૂક (Phule Movie First Look) રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ‘ફૂલે’ ફિલ્મના ફર્સ્ટ લૂકનું અનાવરણ કર્યું, જે અનંત નારાયણ મહાદેવન દ્વારા દિગ્દર્શિત મેગા હિન્દી બાયોપિક છે. આ ફિલ્મ ભારતના અનસંગ હિરોઝને સેલિબ્રેટ કરે છે. પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને પત્રલેખા (PatraLekha) બંને મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે અદભૂત સામ્યતા ધરાવતા હોવાથી આ તસવીરે ખૂબ જ ઉત્સુકતા પેદા કરી છે.

  સામાજિક કાર્યકર્તા-સુધારકે અસ્પૃશ્યતા અને જાતિ પ્રથા વિરુદ્ધ સક્રિયપણે ઝુંબેશ ચલાવી હતી, સત્યશોધક સમાજ (સત્ય શોધકોની સોસાયટી) ની સ્થાપના કરી હતી અને નીચલા વર્ગો માટે સમાન અધિકારોની માંગણી કરી હતી. સાવિત્રીબાઈ અને મહાત્મા ફુલે પણ સ્ત્રી શિક્ષણના પ્રણેતા હતા. આ હિન્દી ફિચર ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક અનંત નારાયણ મહાદેવન દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવશે અને તેને સમગ્ર વિશ્વમાં રિલીઝ કરવામાં આવશે.

  પ્રતિક ગાંધી અને પત્રલેખા સામાજિક કાર્યકર અને સુધારક મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે તથા તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેનું પાત્ર ભજવશે. ન્યુ એજ પ્રોડક્શ હાઉસિસ કન્ટેન્ટ એન્જિનિયર્સ અને ડાન્સિંગ શિવા પ્રોડક્શન્સે દમદાર કલાકારો પ્રતિક ગાંધી અને પત્રલેખા સાથે તેમના પ્રથમ કોલબરેશન જાહેરાત કરી છે. આ બંને મહાન વિભૂતિઓ તેમની દ્રષ્ટિ અને અભિગમમાં તેમના સમય કરતા ઘણા આગળ હતા.

  આ પણ વાંચો : Ranbir Kapoor-Alia Bhatt Marriage: લોખંડી સુરક્ષા વચ્ચે થશે રણબીર અને આલિયાના લગ્ન, જાણો કેવું હશે સિક્યોરિટી અરેન્જમેન્ટ

  'આ મારો એક ડ્રીમ રોલ છે અને હું તે ભજવવા માટે આતુર'

  આ ફિલ્મ અંગે પ્રતિક ગાંધી કહે છે, “મહાત્મા ફુલેના વારસાને દુનિયા સુધી લઈ જવો એ ખરેખર સન્માનની વાત છે. ‘ફૂલે’ મારી પ્રથમ જીવનચરિત્ર પર આધારિત ફિલ્મ છે અને આ પાત્ર ભજવવામાં પડકારો ઘણા હતા, પણ તે નિર્વિવાદ હકીકત છે કે તેઓ પ્રેરણાદાયી ભારતીય નેતા હતા; આ મારો એક ડ્રીમ રોલ છે અને હું તે ભજવવા માટે આતુર છું. મને યાદ છે કે નરેશન સાંભળ્યા પછી મેં તરત જ હા કહી હતી. કેટલાક પાત્રો તમારી પાસે સહજતાથી આવે છે અને મને આનંદ છે કે અનંત સર મારી પાસે આ ફિલ્મ લઈને આવ્યા છે. તે અદ્ભુત વાત છે કે ‘કન્ટેન્ટ એન્જિનિયર્સ’ અને ‘ડાન્સિંગ શિવા’એ મહાત્મા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેના જીવનનો એક વણશોધાયેલ ભાગ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે.”
  'આ એક એવી ફિલ્મ છે જે પૂરી થયા પછી લાંબા સમય સુધી મારી સાથે રહેશે.'

  પત્રલેખાએ આ પ્રોજેક્ટ પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, “હું શિલોંગ, મેઘાલયમાં ઉછરી છું, જે માતૃસત્તાક સમાજનું ગૌરવ ધરાવે છે, તેથી લિંગ સમાનતા મારા હૃદયની ખૂબ નજીક છે. સાવિત્રીબાઈએ 1848માં પૂણેમાં કન્યાઓ માટે પ્રથમ સ્વદેશી સંચાલિત શાળા શરૂ કરવા માટે તેમના પતિ સાથે હાથ મિલાવ્યા હતા. મહાત્મા ફુલેએ વિધવા પુનઃલગ્નને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને તેઓએ સાથે મળીને ભ્રૂણહત્યા રોકવા માટે એક અનાથાશ્રમની સ્થાપના કરી હતી. આ એક એવી ફિલ્મ છે જે પૂરી થયા પછી લાંબા સમય સુધી મારી સાથે રહેશે."

  લેખક, અભિનેતા અને દિગ્દર્શક અનંત મહાદેવને ‘મી સિંધુતાઈ સપકલ’ જેવી વખાણાયેલી બાયોપિક બનાવી છે. જેમાં બેઘર અનાથ બાળકોના આધાર બનેલા સોશિયલ એક્ટિવિસ્ટની જીવન-સફર દર્શાવવામાં આવી છે. તો તેમણે ‘ગૌર હરી દાસ્તાં’માં એક ફ્રિડન ફાઇટરની વાર્તા દર્શાવી હતી જે 32 વર્ષથી સરકાર વિરુદ્ધ લડી રહ્યા છે. ‘ડૉક્ટર રખમાબાઈ’ ભારતની પ્રથમ મહિલા ડોક્ટરના ડૉક્ટરના જીવન પર આધારિત છે. અને અનંત નારાયણ મહાદેવને છેલ્લ ‘માઇ ઘાટ’ અને ‘બિટ્ટરસ્વીટ’ નામના પ્રોજેક્ટ દર્શકોને આપ્યા હતા જેના ક્રિટિક્સ દ્વારા ખૂબ જ વખાણ થયા હતા.

  આ પણ વાંચો - 13,14,15,16 ક્યારે છે રણબીર-આલિયાના લગ્ન, ભટ્ટ પરિવારે વધાર્યુ કન્ફ્યૂઝન!

  અનંત મહાદેવન કહે છે, “આપણા દેશમાં એવી ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ છે જે હજી અજાણી છે અથવા અમુક કારણોસર ઇતિહાસકારો દ્વારા છુપાવવામાં આવી છે. યુવા પેઢીને આ અનસંગ હીરો સાથે જોડવા માટે ફિલ્મો એ એક સરસ માધ્યમ છે. જ્યોતિબા અને સાવિત્રી ફુલે ભારતમાં સામાજિક ક્રાંતિના મશાલદાતા છે અને પ્રોજેક્ટ સાથે જોડાયેલી આ ટીમ અને આ કલાકારોથી સારા કલાકારો અને ટીમ મળવા મુશ્કેલ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Bollywood News in Gujarati, Pratik Gandhi, બોલિવૂડ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन