Home /News /entertainment /

સંજય દત્ત અને પરવેઝ મુશર્રફની મુલાકાતનો ફોટા વાયરલ, સોશિયલ મીડિયા પર લોકો થયા લાલઘુમ

સંજય દત્ત અને પરવેઝ મુશર્રફની મુલાકાતનો ફોટા વાયરલ, સોશિયલ મીડિયા પર લોકો થયા લાલઘુમ

સોશિયલ મીડિયા પર સંજય દત્તની આ મુલાકાતથી લોકો ખૂબ જ નાખુશ છે. (ફોટો- ટ્વિટર)

સંજય દત્ત પૂર્વ પાકિસ્તાની જનરલ પરવેઝ મુશર્રફને મળ્યાઃ વાયરલ થઈ રહેલી આ તસવીરમાં સંજય દત્ત પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મળતો જોવા મળે છે. સંજય દત્ત અને પરવેઝ મુશર્રફની આ મુલાકાત ક્યારે થઈ, તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

વધુ જુઓ ...
    2016માં જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં ઉરી આતંકી હુમલા (Uri Terror Attack બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બોલીવુડે પણ આ નિર્ણય સાથે સહમત થતા પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરવા જણાવ્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધો હજુ સુધર્યા નથી. આવી સ્થિતિમાં બોલીવુડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt)ની એવી તસવીર વાયરલ થઈ રહી છે, જેના પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

    વાયરલ થઈ રહેલી આ તસવીરમાં સંજય દત્ત પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મળતો જોવા મળી રહ્યો છે. સંજય દત્ત અને પરવેઝ મુશર્રફની આ મુલાકાત (Sanjay Dutt Meets Former Pakistani General Pervez Musharraf) ક્યારે થઈ, તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ શકી નથી. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં મુશર્રફ વ્હીલચેર પર બેઠેલા જોવા મળે છે જ્યારે સંજય દત્ત તેમની બાજુમાં ઉભો છે. બંને નેતાઓના હાવભાવ પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ કંઇક વાત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દત્ત અને મુશર્રફની આ મુલાકાત અચાનક થઈ હતી.



    સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સે ફુટ્યો

    આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહી છે, જોકે સંજય દત્ત અને પરવેઝ મુશર્રફ બંનેએ તેને પોતાના ઓફિશિયલ હેન્ડલ્સથી શેર કર્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેની આ મુલાકાત દુબઈમાં થઈ હતી.



    સોશિયલ મીડિયા પર સંજય દત્તની આ મુલાકાતથી લોકો ખૂબ જ નાખુશ છે. લોકો માત્ર સંજય દત્તને જ નહીં પરંતુ સમગ્ર બોલીવુડને નિશાન બનાવી રહ્યા છે. ત્યાં જ કેટલાક લોકો પરવેઝ મુશર્રફની તબિયતને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Bollywood Actors, Kashmir Terror Attack, Pakistan news, Sanjay Dutt

    આગામી સમાચાર