Home /News /entertainment /અમેરિકન એવોર્ડ શોમાં ઇરફાન ખાનનાં નામની સાથે ભૂલથી 'Irrif Kahn' જોઇ ભડકી ઉઠ્યા ફેન્સ
અમેરિકન એવોર્ડ શોમાં ઇરફાન ખાનનાં નામની સાથે ભૂલથી 'Irrif Kahn' જોઇ ભડકી ઉઠ્યા ફેન્સ
ઇરફાન ખાન, એક્ટર
ઇરફાન ખાન (Irrfan Khan) તેનાં ઉત્તમ એક્ટિંગથી દર્શકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. ઇરફાનનાં ગયા બાદ તેને પ્રોડ્યૂસર્સ ગિલ્ડ એવોર્ડ (PGA)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. એવોર્ડ શો દરમિયાન આયોજકોથી એક એવી ભૂલ થઇ ગઇ કે તેનાંથી એક્ટરનાં ફેન નારાજ થઇ ગયા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan) એ ગત વર્ષે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. લાંબા સમય સુધી બીમાર રહેલાં ઇરફાન ખાને 29 એપ્રિલ 2020નાં નિધન થઇ ગયુ છે. ઇરફાન ખાનનું નામ દેશનાં સૌથી સારા એક્ટરની લિસ્ટમાં શામેલ થાય છે. તેણે ન ફક્ત બોલિવૂડ પણ હોલિવૂડ (Irrfan Khan Hollywood Movies)માં પણ તેની ઉત્તમ એક્ટિંગથી દર્સકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. ઇરફાને ખાનનાં ગયા બાદ તેનાં પ્રોડ્યૂસર્સ ગિલ્ડ એવોર્ડ (Producer Guild of America)થી સન્માનિત કરવામાં આવ્યો. પણ એવોર્ડ શો દરમિયાન આયોજકોથી એક ભૂલ થઇ છે. એવી ભૂલ થઇ ઘઇ જેનાંથી એક્ટરનાં ફેન નારાજ થઇ ગયા છે.
બોલિવૂડ હંગામાની રિપોર્ટ મુજબ, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડમાં ઇરફાન ખાનનાં નામના સ્પેલિંગમાં ભૂલ થઇ હતી. ઇરફાન ખાનનાં નામની સ્પેલિંગ 'Irrfa Khan' ની જગ્યાએ 'Irrif Kahn' લખાઇ ગયું હતું જે જોયા બાદ એક્ટરનાં ફેન ઘણાં નારાજ થયા હતાં. ઘણાં યૂઝર્સે આયોજકથી એકથી એક ભૂલ સોશિયલ મીડિયા પર નારાજ છે ઘણાં યૂઝર્સે આયોજકોની ભૂલ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે.
આપને જણાવી દઇએ કે, ઇરફાન ખાને બોલિવૂડની સાથે જ ઘણાં હોલિવૂડ મૂવીઝમાં કામ કર્યું છે. તેમાં 'લાઇફ ઓફ પાઇ', 'અ માઇટી હાર્ટ', 'ઇન્ફર્નો', 'અમેઝિંગ સ્પાઇડર મેન' અને 'જુરાસિક વર્લ્ડ' જેવી ફિલ્મો શામેલ છે. હોલિવૂડ ફિલ્મોમાં ઇરફાન ખાનનું યોગદાન જોતા અમેરિકન એવોર્ડ શોમાં In Memoriam (યાદમાં) હેઠળ યાદ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન આયોજકોએ એક્ટરનાં નામનાં સ્પેલિંગમાં ભૂલ કરી હતી. જેનાંથી એક્ટરનાં ફેન્સ નારાજ થઇ ગયા હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર