મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનની ફેન ફોલોઇંગ વિશે સૌ કોઇ જાણે છે. તેની એક ઝલક જોવા માટે લોકો એકઠા થઇ જાય છે. એવામાં જો સની સામે ચાલીને કોઇ મોલમાં આવે તો પછી લોકો કાબૂમાં કેવી રીતે રહે. હાલમાં જ મુંબઇનાં ઘાટકોપર વિસ્તારમાં એક મોલમાં સની લિયોને તેની પોતાની બ્રાન્ડનો સ્ટોર શરૂ કર્યો. આ સ્ટોરનાં ઓપનિંગ માટે સની લિયોન તેનાં પતિ ડેનિયલ વેબર સાથે પહોંચી હતી.
આ સમયે સનીની એક ઝલક જોવા માટે ત્યાં ભારે ભીડ ઉમટી ગઇ હતી. સની લિયોને તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેનાં ચાહકોનો રિસપોન્સ જણાવતો વીડિયો શેર કર્યો હતો. જેમાં જોઇ શકાય છે કે સની લિયોનની એક ઝલક જોવા માટે લોકો તુટી પડ્યા હતાં. ઘટના એવી બની હતી કે આટલી મોટી ભીડ જોઇને સની પણ ગભરાઇ ગઇ હતી.