2020માં રિલિઝ થયેલી ફિલ્મમાંથી દર્શકોએ કઈ ફિલ્મો વધુ પસંદ કરી

મુકેશ છાબરાની ફિલ્મ દિલ બેચારા ઘણી ચર્ચામાં રહી. કારણ કે બોલિવુડ મેગાસ્ટાર સુશાંતસિંહ રાજપૂતની તે છેલ્લી ફિલ્મ હતી.

મસ્કા, છલાંગ, જવાની જાનેમન, ગુલાબો સિતાબો, મલંગ, બુલબુલ, લૂટકેસ, રાત અકેલી હૈ જેવી ફિલ્મો પણ દર્શકોએ પસંદ કરી.

 • Share this:
  – તાન્હાજી- ઓમ રાઉતની આ ફિલ્મમાં અજય દેવગન, સૈફઅલી ખાન, શરદ કેલકર અને કાજોલ જેવા મેગા સ્ટાર્સે અભિનય કર્યો છે. ઐતિહાસિક પાત્ર મરાઠા કિંગ શિવાજીના સેનાપતિ તાન્હાજી પર આ ફિલ્મ બનેલી છે જેમાં તન્હાજીના શૌર્ય અને રાષ્ટ્રભક્તિની વાર્તા વર્ણવવામાં આવી છે. લોકોએ તેને ઘણી પસંદ કરી છે.
  છપાક-મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં એસિડ અટેક સર્વાઈવર માલતીની ટ્રુ સ્ટોરી વર્ણવવામાં આવી છે. કાયદાકીય લડત, મેડીકલ ટ્રીટમેન્ટ અને માનસિક આઘાત જેવા દરેક પડકારો સામે લડત આપતી માલતીની કહાની લોકોએ ખૂબ પસંદ કરી અને દિપિકા પાદુકોણેએ ભજવેલી માલતીની ભૂમિકાના પણ ઘણાં વખાણ થયા.
  પંગા-છપાકની જેમ જ 2020ની વધુ એક વિમેન સેન્ટ્રીક ફિલ્મ છે પંગા. અશ્વિની ઐયર તિવારીની આ ફિલ્મમાં કંગના રણૌત, રીચા ચઢ્ઢા અને નીના ગુપ્તા અભિનય આપ્યો. નેશનલ લેવલ કબડ્ડી પ્લેયરના જીવન પર આધારિત આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું કે કોઈપણ ધ્યેયને પામવા માટે તમારા પરિવારનો સહકાર કેટલો જરૂરી છે.
  થપ્પડ-અનુભવ સિન્હાની ફિલ્મ થપ્પડ પણ વિમેન સેન્ટ્રીક ફિલ્મ છે. તાપસી પન્નૂએ આ ફિલ્મમાં અમ્રિતાનું પાત્ર ભજવ્યું છે. એક પાર્ટીમાં અમ્રિતાને તેનો પતિ લાફો મારે છે અને સંબંધના સંઘર્ષની વાત શરૂ થાય છે.
  દિલ બેચારા- મુકેશ છાબરાની ફિલ્મ દિલ બેચારા ઘણી ચર્ચામાં રહી. કારણ કે બોલિવુડ મેગાસ્ટાર સુશાંતસિંહ રાજપૂતની તે છેલ્લી ફિલ્મ હતી. સુશાંતની આત્મહત્યાનો મુદ્દો ઘણાં સમય સુધી ચર્ચાતો રહ્યો.
  ગુંજન સક્સેના ધ કારગીલ ગર્લ- 1999ના કારગિલ યુધ્ધમાં ભાગ લેનાર પહેલી ભારતીય મહિલા નિર્ભય એરફોર્સ ઓફિસરના જીવનથી પ્રેરિત આ ફિલ્મ શરન શર્માએ ડાયરેક્ટ કરી છે. જાન્હવી કપૂરે તેમાં ગુંજન સક્સેનાની ભૂમિકા ભજવી છે. ગુંજનના પિતા તરીકે પંકજ ત્રિપાઠીનો અભિનય પણ ઘણો વખાણાયો.
  સિરિયસ મેન- સુધીર મિશ્રાની સિરિયસ મેન જરા હટ કે ફિલ્મ રહી અને દર્શકોને તે ગમી. સમાજમાં આજે પણ પ્રવર્તતા જાત-પાતના ભેદભાવ વચ્ચે એક પિતા કેવીરીતે પોતાના પુત્રને નીચી જાતના સિમ્બોલમાંથી બહાર કાઢવા તેને જિનિયસ અને ફેમસ બનાવે છે તેની વાત આ ફિલ્મમાં છે. પિતાના મુખ્યપાત્રમાં નવાઝુદ્દીને યાદગાર ભૂમિકા આપી છે.
  લુડો-એક્શન, કોમેડી અને ક્રાઈમથી ભરપૂર અનુરાગ બાસુની ફિલ્મ લુડો ઘણી વખાણાઈ. અનુરાગ બાસુની વાર્તાની અંદર પણ વાર્તા વણી લેવાની સ્ટાઈલ આ ફિલ્મમાં ખુબ સારી રીતે બહાર આવી. પંકજ ત્રિપાઠી, અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ જેવા કલાકારોએ આ ફિલ્મમાં અભિનય આપ્યો છે.
  અંગ્રેજી મિડિયમ-હોમિ અડાજનિયાની ફિલ્મ અંગ્રેજી મિડિયમ દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ હતી. લાંબી બિમારી બાદ એક ઉમદા અભિનેતા બોલિવુડે ગુમાવ્યો. કરિના કપૂર, રાધિકા મદન, દિપક દોબરિયાલ જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળ્યા.  આ ઉપરાંત મસ્કા, છલાંગ, જવાની જાનેમન, ગુલાબો સિતાબો, મલંગ, બુલબુલ, લૂટકેસ, રાત અકેલી હૈ જેવી ફિલ્મો પણ દર્શકોએ પસંદ કરી.
  Published by:Margi Pandya
  First published: