એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડ (Bollywood) એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) એક્ટિંગની દુનિયામાં તેનું નામ બનાની ચુક્યો છે. સાથે સાથે એક રહમ દિલ વ્યક્તિ તરીકે પણ સામે આવ્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં લોકડાઉન દરમીયાન જોવા મળી. લોકડાઉન સમયમાં સોનૂ સૂદ (Sonu Sood) તરફથી મદદનો સીલસીલો આજની તારીખ સુધી ચાલુ છે. હવે તો એવુ થઇ ગયુ છે કે, સોનૂ સૂદને સોશિયલ મીડિયા દ્વારા સતત લોકોની મદદ કરે છે. અને તેનાંથી સંભવ મદદ કરે છે.
પણ તાજી ઘટના એવી છે કે, કોઇને પણ હસવું આવી જાય. એક વ્યક્તિએ સોનૂ સૂદ પાસે અજીબ મદદ માંગી છે. ખાસ વાત એ છે કે, સોનૂએ પણ તેમની માંગણી પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે. બાસુ ગુપ્તા નામનાં વ્યક્તિએ ટ્વિટ કરી છે કે સોનૂ સૂદે કહ્યું કે, 'હવે બસ વાંદરા પકડવાનું બાકી રહી ગયુ હતું મિત્રો, એડ્રેસ મોકલો આ પણ કરી જોઇએ.' આ ટ્વિટ પર 16 હજારથી વધુ લોકોએલાઇક કરી છે. લોકડાઉનમાં ફસાયેલાં પ્રવાસીઓની મદદ કરી લાઇમ લાઇટમાં આવેલા સોનૂ સૂદની છબિ એક એક્ટરથી વધુ એક મસીહાનાં રૂપમાં સામે આવ્યો છે.
તેણે લોકડાઉન દરમિયાન પરેશાન લોકોને ઘરે પહોચાડવાનું, બીમારીથી પીડાતા લોકોનું ઇલાજ કરાવવાનું કામ તેમણે કર્યું છે. આંધ્રપ્રદેશનાં નાનકડાં ગામમાં એક ગરીબ ખેડૂતને ટ્રેક્ટર મોકલવાનું હોય કે, અનાથ બાળકોને મદદ કરવાનું હોય કે ગરીબ મહિલાઓને ઘર બનાવી કામ આપવાનું હોય એટલું જ નહીં દેશ બહાર વિદેશમાં પણ ફસાયેલાં ભારતીયોની ઘર વાપસી હોય તમામની મદદ સોનૂ સૂદે કરી છે.કરી છે.