PEARL V PURI CASE: પીડિતાનાં પિતાએ જાહેર કર્યું ઓફિશિયલ સ્ટેટમેન્ટ, બોલ્યો-બાળકી કેમ જુઠ્ઠુ બોલશે?

પર્લ વી પૂરી

પર્લ વી પુરી (Pearl V Puri) રેપ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. પીડિત બાળકીનાં પિતાએ કહ્યું કે, તેની પાંચ વર્ષની દીકરી કેમ જુઠ્ઠુ બોલશે અને બાળકીએ જ પર્લને ઓળખ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટર પર્લ વી પુરી (Pearl V Puri) પર નાબાલિંગ પર રેપનો આરોપ છે અને તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. પર્લનાં સમર્થનમાં એકતા કપૂર (Ekta Kapoor), દિવ્યા ખોસલા, નિયા શર્મા, હિના ખાન જેવાં સેલિબ્રિટીઝ આવી ચુક્યા છે. બાળકીની માતાએ પણ પર્લનાં સમર્થનમાં નિવેદન આપ્યું અને કહ્યું કે તે નિર્દોષ છે. પીડિત બાળકીની માનું કહેવું છે કે, તેનો પતિ બાળકીની કસ્ટડી માટે આવા આરોપો લગાવી રહ્યો છે. આ વચ્ચે બાળકીનાં પિતાએ તેને એડવોકેટનાં માધ્યમથી એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે કે, પ્લીઝ બાળકી પર આરોપ લગાવવાનું બંધ કરો અને પર્લનાં નામે તેને નથી લીધુ કે ન બાળકીએ કોઇ ઓળખ કરી છે.એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટર પર્લ વી પુરી (Pearl V Puri) પર નાબાલિંગ પર રેપનો આરોપ છે અને તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. પર્લનાં સમર્થનમાં એકતા કપૂર (Ekta Kapoor), દિવ્યા ખોસલા, નિયા શર્મા, હિના ખાન જેવાં સેલિબ્રિટીઝ આવી ચુક્યા છે. બાળકીની માતાએ પણ પર્લનાં સમર્થનમાં નિવેદન આપ્યું અને કહ્યું કે તે નિર્દોષ છે.

    આ પણ વાંચો- નુસરતનું 'જહાં' વિખેરાયું, તો યાદ આવ્યું કે, આ સેલેબ્રિટીઝે પણ વિદેશમાં જઇ કર્યા હતા લગ્ન

    પીડિત બાળકીની માનું કહેવું છે કે, તેનો પતિ બાળકીની કસ્ટડી માટે આવા આરોપો લગાવી રહ્યો છે. આ વચ્ચે બાળકીનાં પિતાએ તેને એડવોકેટનાં માધ્યમથી એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે કે, પ્લીઝ બાળકી પર આરોપ લગાવવાનું બંધ કરો અને પર્લનાં નામે તેને નથી લીધુ કે ન બાળકીએ કોઇ ઓળખ કરી છે.
    ટીવી9 હિન્દીમાં છપાયેલી ખબર અનુસાર, બાળકીનાં પિતાએ તેનાં વકીલનાં હવાલાથી એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે, આ કેસમાં ઘણાં તથ્યો સામે આવ્યાં છે. વકીલે જણાવ્યું કે, 'હું આશીષ એ દુબે 5 વર્ષની બાળકીનાં પિતાનો વકીલ છું અને મારા ક્લાયન્ટ તરફથી આ સ્ટેટમેન્ટ જાહેર કરુ છું. બાળકી તેની માની કસ્ટડીમાં હતી. 5 મહિનાથી બાળકીને મળ્યો ન હતો. એક દિવસ સ્કૂલની ફી ભરવા માટે ગયો તો બાળકી ભાગીને પિતાની પાસે આવી ગઇ. તે ખુબજ ડરી ગઇ હતી. તેણે પિતાની સાથે આવવાની જીદ કરી. બાળકીનો ડર જોઇ તે તેને સાથે લઇ ગયો. ઘરે બાળકીએ આખી વાત કરી. જે બાદ તેને પોલીસ સ્ટેશન લઇ ગયો અને નાયર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપમાં સ્પષ્ટ થયું કે દીકરી સાચુ બોલી રહી છે.

    આ પણ વાંચો-  Shama Sikander એ ફક્ત ચાદર ઓઢીને કરાવ્યું PHOTOSHOOT,તસવીરો થઇ VIRAL

    બાળકીએ આરોપીનું ઓનસ્ક્રીન નામ જણાવ્યું. પણ તે ટીવી ન જોતો હોવાને કારણે અમે ઓળખી ન શક્યાં. તપાસ બાદ માલૂમ થયુ કે તે પર્લ વી પુરી છે. બાળકીને ઘણાં એક્ટર્સની ફોટો દેખાડવામાં આવી પણ પર્લ ની તસવીર જોઇને તે તરત જ ઓળખી ગઇ. પોલીસ અને મેજિસ્ટ્રેટ સામે પણ બાળકીએ એજ વાત જણાવી. '
    વકીલે બાળકીનાં પિતા તરફથી વાત કરતાં જણાવ્યું કે, 'સોશિયલ મીડિયા પર ખોટી કહાનાીઓ ઘડવામાં આવી રહી છે. બાળકીનાં પિતા હોવાને કારણે તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. અને મેડિકલ તપાસ કરવામાં આવી તેમાં ખોટુ શું છે. મારા ક્લાયન્ટે કોઇનું નામ નથી લીધુ બાળકીએ જ આરોપીને ઓળખી કાઢ્યો છે. મેડિકલ તપાસમાં પુષ્ટિ થઇ તો મારો ક્લાયન્ટ ક્યાંથી ખોટો સાબિત થયો. બાળકીની મા પણ નાયર હોસ્પિટલમાં આવી હતી. શું 5 વર્ષની બાળકી જુઠ્ઠુ બોલશે લગ્ન જીવનમાં ખટાશ હોવાનો આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. આરોપીને સજા મળવી જોઇએ. પ્રભાવશાળી લોકો બાળકી સાથે થયેલાં કૃત્ય પર પર પડદો ઢાકી નફરત ફેલાવી રહ્યાં છે.'
    Published by:Margi Pandya
    First published: