Pearl V Puriને મળ્યા જામીન, બાળકી પર દુષ્કર્મનાં આરોપમાં થઇ હતી ધરપકડ

Pearl V Puriને મળ્યા જામીન, બાળકી પર દુષ્કર્મનાં આરોપમાં થઇ હતી ધરપકડ
પર્લ વી પુરી

પર્લ વી પુરી (Pearl V Puri) પર એક બાળકી પર દુષ્કર્મ કરવાનો આરોપ હતો જેને કારણે એક્ટરની મુંબઇ પોલીસ (Mumbai Police)એ પોક્સો એક્ટ (POCSO) હેઠળ ધરપકડ કરી હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બાળકી પર રેપનાં આરોપમાં ફંસાયેલાં ટીવીનાં પ્રખ્યાત એક્ટર પર્લ વી પુરી (Pearl V Puri)ને જામીન મળી ગયા છે. તેને વરસઇ સેશન કોર્ટે જામીન આપ્યાં છે. ગત 11 દિવસથી તે કસ્ટડીમાં હતો. પર્લ પર એક બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. જેને કારણે કારણે એક્ટરની મુંબઇ પોલીસ (Mumbai Police)એ પોક્સો એક્ટ (POCSO) હેઠળ ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એખ્ટરનાં વકીલ જિતેશ અગ્રવાલે પર્લની જામીન પર પુષ્ટિ કરી છે.

    આ પણ વાંચો- સુશાંતની તસવીરની સામે બેસીને જોઇ રહ્યો ડોગી 'ફઝ', પરિવાર વાળાએ કરી પૂજા અને હવન



    આપને જણાવી દઇએ કે, પર્લનાં સમર્થનમાં એકતા કપૂર, દિવ્યા ખોસલા, નિયા શર્મા અને હિના ખાન જેવાં સેલિબ્રિટીઝ આવી ચુક્યા છે. બાળકીન માએ પણ પર્લનાં સમર્થનમાં નિદેન આપ્યું હતું અને એક્ટરને નિર્દોષ ગણાવ્યો હતો. બાળકીની માનું કહેવું છે કે, તેનો પિતા બાળકીની કસ્ટડી લેવા માટે આવા આરોપો લગાવી રહ્યો છે.

    આ પણ વાંચો- શું રેન્ટ પર લેવાં ઇચ્છો છો, સુશાંત સિંહ રાજપૂત વાળો ફ્લેટ? બસ ચુકાવવું પડશે આટલું ભાડું

    તો એક દિવસ પહેલાં જ બાળકીનાં પિતાનાં વકિલે એક નિવેદન જાહેર કર્યુ હતું કે, પ્લીઝ બાળકી પર આરોપો લગાવવાનાં બંધ ખરો અને પર્લનું નામ તેનાં પિતાએ નથી લીધું. તે બાળકીએ ખુદે તેને ઓળખી કાઢ્યો છે.

    કેટલાંક ટીવી સ્ટાર્સનું માનવું છે કે, પર્લને બાળકી સાથે દુષ્કર્મનાં આરોપમાં ફસાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેને લઇને સ્ટાર્સે કેમ્પેઇન પણ શરૂ કરી દીધુ છે. હાલમાં જ એકતા કપૂરે તેનાં અંગે લાંબી પોસ્ટ લખી હતી. તો દિવ્યા ખોસલા કુમારે પણ તેની સાથેની તસવીર શેર કરી તે નિર્દોષ હોવાની વાત કરી હતી. તો અનીતા હસનંદાનીએ પર્લની સાથે તેની તસવીર શેર કરતાં તેને નિર્દોષ ગણાવ્યો હતો. તો સુરભિ જ્યોતિ અને નિયા શર્મા પણ પર્લનાં સમર્થનમાં હતાં.
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ