PERL V PURI ભાવૂક થયો, બોલ્યો- પિતાને ગુમાવ્યા, માને કેન્સર અને આ આરોપ
PERL V PURI ભાવૂક થયો, બોલ્યો- પિતાને ગુમાવ્યા, માને કેન્સર અને આ આરોપ
PHOTO: Instagram/ @pearlvpuri
પર્લ વી પુરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ શેર કરી જણાવ્યુંકે, તે તમામ ફેન્સનો આભાર જેમણે આ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો છે. પર્લ વી પૂરી લખે છે કે, જીવન પોતાનાં હિસાબે લોકોની પરીક્ષા લે છે. કેટલાંક મહિલાન પહેલાં નાની માને ગુમાવ્યાં અને તેમનાં ગયાનાં 17માં દિવસે પિતાને ગુમાવ્યા.
જેલમાંથી બહાર આવ્યાં બાદ ફેન્સે એક્ટર પ્રત્યે સમર્થન દર્શાવ્યું છે. સોશિયલ મીડિયા પર 'WE SUPPORT PEARL' જેવાં હેશટેગ પણ વાયરલ થયા છે. તો આ ઘટનાથી પર્લ વી પૂરી ખુબજ દુખી છે. તે તેનાં પર લાગેલાં આરોપોથી આઘાતમાં છે. પર્લ મુજબ તે હજુ સુધી આ ગમમાંથી બહાર નથી આવી શક્યો. હાલમાં જ પર્લે આ મામલે ચુપ્પી તોડી છે અને જણાવ્યું કે, હાલમાં તે કેટલાં નાજૂક સમયમાંથી પસાર થઇ રહ્યો છે.
પર્લ વી પુરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ શેર કરી જણાવ્યુંકે, તે તમામ ફેન્સનો આભાર જેમણે આ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો છે. પર્લ વી પૂરી લખે છે કે, જીવન પોતાનાં હિસાબે લોકોની પરીક્ષા લે છે. કેટલાંક મહિલાન પહેલાં નાની માને ગુમાવ્યાં અને તેમનાં ગયાનાં 17માં દિવસે પિતાને ગુમાવ્યા. પછી માલૂમ થયું કે માને કેન્સર છે અને પછી આ ખોફનાક આરોપ. ગત કેટલાંક અઠવાડિયા મારા માટે એક ખરાબ સપનાં જેવા રહ્યાં હતાં. ને રાતોરાત અપરાધી જેવો અનુભવ થવા લાગ્યું. આ બધુ ત્યારે થયું જ્યારે મારી માતાનો કેન્સરનો ઇલાજ ચાલતો હતો. આ ઘટનાએ મારી સુરક્ષા ભાવનાને ચૂર ચૂર કરી નાખ્યાં આજે પણ હું અસહાય અનુભવું છું. હું હજુ પણ સુન્ન છું.
પર્લએ તેની પોસ્ટમાં વધુ લખ્યું છે કે, 'મને લાગે છે કે, આ સમય છે મારા મિત્રો, ફેન્સ અને શુભચિંકતો સધી પહોચવાનો છે. જેમણે મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છે મારી ચિંતા કરી છે. આપ સૌનો મારા પર વિશ્વાસ રાખવા બાદલ આભાર. હું સત્યમેવ જયતે પર વિશ્વાસ રાખુ છું. મને કાયદો, દેશનાં ન્યાયતંત્ર અને ઉપરવાળા પર વિશ્વાસ છે. કૃપ્યા મારા માટે દુઆઓ કરતાં રહો. '
પર્લ વી પુરીએ આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે સેલિબ્રિટીઝે પણ તેમનો સપોર્ટ દર્શાવ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, બદતમીઝ દિલ, નાગાર્જુન, બેપનાહ પ્યાર, નાગિન 3, મેરી સાસૂ મા જેવાં ઘણાં શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત કિચન ચેમ્પિયન5, ખતરા ખતરા ખતરા, બોક્સ ક્રિકેટ લીગ 4 સહિત અન્ય રિયાલિટી શોમાં પણ તે ભાગ લઇ ચુક્યો છે. પર્લ છેલ્લે 'બ્રહ્મરાક્ષસ 2'માં નજર આવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર