#Article370 હટાવવા બદલ પાયલ રોહતગીએ PMનો આભાર માન્યો

ટ્વિટર પર પોતાનાં વીડિયોને કારણે ચર્ચામાં રહેનારી પાયલ રોહતગી આ વખતે આર્ટિકલ 370 પર કરી વાત

ટ્વિટર પર પોતાનાં વીડિયોને કારણે ચર્ચામાં રહેનારી પાયલ રોહતગી આ વખતે આર્ટિકલ 370 પર કરી વાત

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સોશિયલ મીડિયા પર તેનાં ટ્વિટ્સને કારણે ચર્ચામાં રહેનારી પાયલ એક વખત ફરી મેદાનમાં છે. આ વખતે તેણે આર્ટિકલ 370 હટવાનાં વધામણા આપ્યા છે. પાયલે આ માટે એક નહીં બે વીડિયો શેર કર્યા છે. એક વીડિયો મહાકાલનો છે. જેમાં તેનો શ્રૃંગાર દર્શાવવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, #Article370 હટવાની તમામ દેશવાસીઓને વધામણી.. આ ટ્વિટને આશરે 40 મીનિટ બાદ પાયલે બીજો વીડિયો શેર કર્યો હતો.

    બીજા વીડિયોમાં પાયલ પોતે નજર આવે છે. તે સીધી કેમેરા પર આવે છે અને કહે છે.. નમસ્કાર હું પાયલ રોહતગી અને આજે આપ સૌની સાથે આ માહિતી શેર કરવા ઇચ્છુ છુ કે, આર્ટિકલ 370 હટી ગયો છે. અમારા દેશનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ આર્ટિકલ પર હસ્તાક્ષર કરી દીધા છે.





    પાયલે કહ્યું કે, તેમણેઆમ કરીને ઇતિહાસ રચી દીધો છે. મહાન દલિત નેતા જે આપણાં દેશનાં રાષ્ટ્રપતિ છે તેમણે એ કામ કર્યુ છે આ માહિતી ગૃહ મંત્રી અમિત શાહજીએ સદનમાં આપ્યો હતો. આ વિશે વાત કરતાં પાયલે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આભાર માન્યો હતો. તો ભાજપને વોટ કરી સત્તા માટે લાવવા માટે દેશવાસીઓનો પણ આભાર માન્યો હતો.
    Published by:Margi Pandya
    First published: