આપત્તિજનક વીડિયો મામલે એજાઝ ખાન વિરુદ્ધ પાયલ રોહગતીએ નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: July 19, 2019, 5:41 PM IST
આપત્તિજનક વીડિયો મામલે એજાઝ ખાન વિરુદ્ધ પાયલ રોહગતીએ નોંધાવી ફરિયાદ

  • Share this:
નવિન ઝા, અમદાવાદ: બિગ બોસ એક્સ સ્પર્ધક અને બોલિવૂડ એક્ટર એઝાઝ ખાનને ટિકટોક પર વીડિયો બનાવવો મોંઘો પડી ગયો છે. આ એક્ટરનાં એક ટિકટોક વીડિયોને કારણે હાલમાં તેનાં વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ એક્ટ્રેસ પાયલ રોહતગીએ નોંધાવી છે.

આ પણ વાંચો-'સસુરાલ સિમર કા'નાં ચાઇલ્ડ એક્ટરનું અકસ્માતમાં નિધન

આ પહેલાં જ મુંબઇ પોલિસની સાઇબર સેલ દ્વારા એક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વીડિયોથી એજાઝ પર સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા અને સામાજિક સૌહાર્દનો માહોલ ખરાબ કરવાનો આરોપ લાગ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેમની પાસે ફરિયાદ આવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થતો એજાઝનો વીડિયો તેમને મળ્યો જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો-ન્યૂડ સીનને કારણે ફિલ્મ પર લાગ્યો અશ્લીલતા ફેલાવવાનો આરોપ, થઇ ફરિયાદ

આપને જણાવી દઇએ કે હાલમાં તબરેઝ અંસારી મોબ લિન્ચિંગ મામલે ટિકટોકમાં 07 ગ્રુપનો એક વિવાદિત વીડિયો શેર કર્યો હતો. એજાઝ ખાને તે ગ્રુપને સપોર્ટ કર્યો હતો. તે બાદ એજાઝે ફૈઝૂ નામનાં વ્યક્તિની સાથે વીડિયો બનાવીને મુંબઇ પોલીસનો મજાક ઉડાવી હતી. ફૈઝૂ વિરુદ્ધ પહેલાંથી જ ફરિયાદ દાખલ તી હવે એજાઝ વિરુદ્ધ આરોપ છે તેનાં વિડીયોથી સાંપ્રદાયિકતા ખોરવાવાનો આરોપ છે.

બીજી તરફ એજાઝનું કહેવું છે કે, તેણે કંઇજ ખોટુ નથી કર્યું. હાલમાં પોલિસ આ મામલે એજાઝની પુછપરછ કરી રહી છે.આ પણ વાંચો-આ 6 હિરોઇનો જેમનાં સેક્સ સીન્સ થયા હતાં લિક
First published: July 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading