JUST IN: પાયલ રોહતગી વિરુદ્ધ પુણેમાં ફરિયાદ, ગાંધી-નહેરુ પરિવાર વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

તસવીર: Instagram

FIR against Payal Rohatgi: પાયલ વિરુદ્ધ પુણેની કૉંગ્રેસ કમિટી દ્વારા શિવાજી નગર પોલીસ સ્ટેશન (Shivaji Nagar police station)માં આ ફરિયાદ આપવામાં આવી છે.

  • Share this:
    મુંબઈ: અભિનેત્રી પાયલ રોહતગી (Payal Rohatgi) વિરુદ્ધ પુણેમાં ફરિયાદ દાખલ થઈ છે. અભિનેત્રી પર આ કેસ નેહરુ-ગાંધી પરિવારના લોકો વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને થયો છે. પાયલ રોહગતી સામે મહાત્મા ગાંધી (Mahatma Gandhi), જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru), ઇન્દિરા ગાંધી (Indira Gandhi) અને રાજીવ ગાંધી (Rajiv Gandhi) વિરુદ્ધ કથિત રીતે વાંધાનજક શબ્દોનો ઉપયોગ કરવાનો આક્ષેપ છે. પાયલ પર આ કેસ તેણીની એક સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને કરવામાં આવ્યો છે. જોકે, આવું પ્રથમ વખત નથી જ્યારે અભિનેત્રી પાયલ રોહતગી પોતાના સોશિયલ મીડિયા વીડિયોને પગલે વિવાદમાં આવી હોય.

    એએનઆઈને મળેલી જાણકારી પ્રમાણે પાયલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પાયલે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. અભિનેત્રી પાયલ વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (a), 500, 505(2) અને 34 અંતર્ગત કેસ દાખલ કરાયો છે. પાયલ વિરુદ્ધ પુણેની કૉંગ્રેસ કમિટી દ્વારા શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 36 વર્ષીય અભિનેત્રી વિરુદ્ધ આ પહેલા સોશિયલ મીડિયા પોસ્ટને લઈને દેશના અનેક શહેરમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

    પુણે શહેર કૉંગ્રેસ પ્રવક્તા રમેશ અય્યરે આ મામલે જણાવ્યું કે, "પાયલ રોહગતી અવારનાર ગાંધી-નહેરુ પરુવાર વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતી રહે છે. તાજેતરમાં અમને આવી જ એક પોસ્ટ અંગે માલુમ પડ્યું હતું. કદાચ આ તાજેતરની જ પોસ્ટ છે. આ સંદર્ભે અમે એક કેસ શિવાજી નગર પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે."

    અમદાવાદમાં નોંધાઈ હતી ફરિયાદ

    ગત જૂન મહિનામાં અભિનેત્રી પાયલ રોહતગી (Actress Payal Rohtagi) વિરુદ્ધ અમદાવાદમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સોસાયટીના સભ્યો (Society members) વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડીલિટ કરવી, એજીએમમાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા અંગે સોસાયટીના ચેરમેને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

    >> બોલિવૂડને લગતા વધારે ન્યૂઝ વાંચવા ક્લિક કરો...

    સેટેલાઈટ સુંદરવન એપીટોમમાં રહેતા અને તબીબ પરાગભાઇ શાહે (Paragbhai Shah) સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite police station)માં આ ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં અભિનેત્રીની અટકાયત પણ કરવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ હતી. જેમાં સોસાયટીમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી. એટલું જ નહીં, પાયલે સોસાયટીના વૉટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: