Home /News /entertainment /

'ગુજ્જુ ગર્લ' પાયલ રોહતગીની અમદાવાદમાં યોજાઇ મહેંદી, 12 વર્ષની ડેટિંગ બાદ સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન

'ગુજ્જુ ગર્લ' પાયલ રોહતગીની અમદાવાદમાં યોજાઇ મહેંદી, 12 વર્ષની ડેટિંગ બાદ સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન

અમદાવાદમાં પાયલ રોહગતીની મહેંદી સેરેમની યોજાઇ

Payal Rohatagi and Sangram Singh: , સંગ્રામ અને પાયલે આગ્રામાં 9 જુલાઈએ લગ્ન (Payal Sangram Wedding) કરવાનો નિર્ણય લીધો છે. સંગ્રામ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે રાજસ્થાન અથવા પાયલના વતન અમદાવાદમાં (Ahmedabad) લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા. પણ, અમે લગ્ન સ્થળ માટે આગ્રાને ફાઇનલ કરી દીધું છે. અમારા પરિવાર માટે અહીં આવવું સરળ રહેશે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પાયલ રોહતગી  (Payal Rogati Mahendi Photos)અને સંગ્રામ સિંહ વેડિંગ સંગ્રામ સિંહ-પાયલ રોહતગી લગ્ન કરવા જઈ રહી છે. જી ટીવીનું સૌથી ફેમસ કપલ સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી ટૂંક સમયમાં જ તેમના સંબંધોને એક નવું નામ આપવા જઈ રહ્યા છે. 12 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ પાયલ અને સંગ્રામ હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેને લઇને અમદાવાદમાં તૈયારીઓ શુરૂ થઈ છે આજે પાયલ રોહતગી ની મહેદી સેરેમની યોજાઈ હતી.જ્યાં પાયલ પિન્ક એટાયર માં ખૂબસૂરત લાગી રહી હતી.

લગ્ન ક્યારે ?
સંગ્રામ સિંહ પ્રેમિકા પાયલ રોહતગી સાથે તેમના લગ્નને  બનાવવા માટે તેમના જન્મદિવસના ખાસ દિવસે 21 જુલાઈએ લગ્ન કરવા માંગતા હતા. જો કે, કેટલાક કારણોસર આ શક્ય બન્યું ન હતું. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, સંગ્રામ અને પાયલે આગ્રામાં 9 જુલાઈએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સંગ્રામ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે રાજસ્થાન અથવા પાયલના વતન અમદાવાદમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા. પણ, અમે લગ્ન સ્થળ માટે આગ્રાને ફાઇનલ કરી દીધું છે. અમારા પરિવાર માટે અહીં આવવું સરળ રહેશે.




સંગ્રામ પાયલની પ્રેમ કહાની
પાયલ રોહતગી સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરતાં સંગ્રામ સિંહે કહ્યું- હું કુસ્તીમાંથી પાછો ફરી રહ્યો હતો અને પાયલ આગ્રામાં શૂટમાંથી પાછી આવી રહી હતી. પાયલની કાર હાઈવે પર ખરાબ થઇ હતી. અમે અમારી કાર રોકી અને પાયલને લિફ્ટ આપી. સંગ્રામ સિંહે કહ્યું- મને યાદ છે કે લડાઈના કારણે તે સમયે હું માટીથી ઢંકાઈ ગયો હતો. મને જોઈને પાયલે કહ્યું- કાર એકદમ સાફ છે અને મેં હસીને કહ્યું- હા આજે બીજા દિવસ કરતા વધારે સાફ છે. સંગ્રામ સિંહે આગળ કહ્યું- અમે એકબીજાના ફોન નંબર લીધા હતા, પરંતુ ક્યારેય એકબીજાને ફોન કર્યો ન હતો. અમે 2012ના રિયાલિટી શો Survivor Indiaના અંતમાં વાત કરવાનું શરૂ કર્યું અને હવે અમે પતિ-પત્ની બનવા જઈ રહ્યા છીએ.

કપલના લગ્ન ખુબ જ ખાસ હશે
તેમના લગ્ન વિશે વાત કરતા સંગ્રામે એમ પણ કહ્યું કે તેઓ આગ્રાના મંદિરમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. બંનેના લગ્ન ખુબ જ ખાસ હશે. લગ્ન બાદ બંને મુંબઇમાં પોતાના ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. હાલ પાયલ ગુજરાત ના અમદાવાદમાં પોતાના વેડિંગ ની તમામ રસમો એન્જોય કરી રહી છે
Published by:Margi Pandya
First published:

Tags: Mehendi function, Payal Rohatgi, Sangram singh, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन