ધરપકડ બાદ અમદાવાદ પોલીસ પર ભડકી પાયલ રોહતગી, VIDEO પોસ્ટ કરીને કર્યો ડિલીટ

પાયલ રોહતગી એક્ટ્રેસ

એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi)ને અમદાવાદ પોલીસે કરી ધરપકડ કરી હતી. એક્ટ્રેસે પર સોસાયટીનાં ચેરમેનની સાથે ગાળાગાળી કરવાનો આરોપ હતો. હવે આ મામલે પાયલે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો જેનાં થોડી જ વારમાં તે ડિલીટ કરી દીધો હતો

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ ફેઇમ એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi)ની અમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી. એક્ટ્રેસ પર સોસાયટીનાં ચેરમેન સાથે ગાળા ગાળી કરવાનો આરોપ હતો. પણ, પાયલ રોહતગીની ધરપકડ બાદ તેને જામીન મળી ગયા હતાં. હવે આ મામલે પાયલે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો, જે થોડી જ વારમાં ડિલીટ પણ કરી દીધો. હતો. વીડિયોમાં તે અમદાવાદની સેટેલાઇટ પોલીસને નિશાને લઇ રહી હતી. પાયલે તેનાં વકીલનાં કહેવાં પર વીડિયો ડિલીટ કર્યો છે.

  આ પણ વાંચો- MANDIRA BEDIએ પતિ રાજનાં નિધનનાં 5 દિવસ બાદ શેર કરી એવી પોસ્ટ કે જોનારાનું પણ દિલ તૂટી જાય

  પાયલ રોહતગી (Payal Rohatgi)ની અમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી. એક્ટ્રેસ પર સોસાયટીનાં ચેરમેન સાથે ગાળા ગાલી કરવાનો આરોપ હતો. હવે આ મામલે પાયલે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે થોડા સમયમાં ડિલીટ કરી દેવામાં આવ્યો. કારણ કે મારા વકીલે અમને તેમ કરવાં કહ્યું હતું. ડિલીટ કરેલી કોઇ પણ વીડિયો હોય કે વ્હોટ્સએપ ચેટ આજનાં સમયમાં રિટ્રીવ કરી શકાય છે. તો આવો રોહતગીન માટે ન્યાય મળવાની રાહ જોઇએ. આપને જણાવી દઇએ કે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હવે તેની ટીમ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે.


  રિપોર્ટ્સ મુજબ, પાયલ રોહતગીની સોસાયટીમાં 20 જૂનનાં એક મીટિંગ હતી. પણ એક્ટ્રેસને મીટિંગમાં બોલાવવામાં આવી ન હતી. મીટિંગમાં ન બોલાવવા છતા પાયલ ત્યાં પહોંચી હતી. અને જ્યાં તેણે કંઇ બોલવાનો પ્રયાસ કર્યો તો તેને શાંત કરી દેવામાં આવી. આ મામલે પાયલે નારાજગી જતાવી છે અને ચેરમેન સાથે તેને બોલાવાનું થયું આ વચ્ચે ગાળા ગાળી થઇ આ ઘટના અંગે તેણે ફરિયાદ નોંધાવી છે.

  આપને જણાવી દઇએ કે, રોહતગી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અને ઘણી વખત તે ફેન્સની સાથે તેનાં વિચારો શેર કરતી હોય છે. આ પહેલી વખત નથી જ્યારે પાયલ રોહતગીની ધરપકડ થઇ હોય આ પહેાલં વર્ષ 2019માં નેહરુ ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે પાયલની અટકાયત કરી હતી જેનાં 1 દિવસમાં જ તેને જામીન મળી ગયા હતાં.
  Published by:Margi Pandya
  First published: