પંડિત નેહરુ પર વિવાદાસ્પદ વીડિયો બનાવનારી પાયલ રોહતગી 8 દિવસની કસ્ટડીમાં

News18 Gujarati
Updated: December 16, 2019, 4:32 PM IST
પંડિત નેહરુ પર વિવાદાસ્પદ વીડિયો બનાવનારી પાયલ રોહતગી 8 દિવસની કસ્ટડીમાં
પાયલે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ અને તેમનાં પિતા મોતીલાલ નેહરુ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

પાયલે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ અને તેમનાં પિતા મોતીલાલ નેહરુ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

  • Share this:
મુંબઇ: દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ પર વિવાદિત વીડિયો બનાવવા પર ઍક્ટ્રેસ પાયલ રોહતગીને રાજસ્થાન પોલીસે આઠ દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. ઘણી વખત પાયલ તેનાં વિવાદિત નિવેદન અને ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. પણ આ વખતે તેને રેફરન્સ વગર નિવેદન આપવું ભારે પડી ગયુ છે.

રવિવારે ઍક્ટ્રેસ પાયલ રોહતગીની રાજસ્થાનની બૂંદી પોલીસે અટકાયત કરી હતી. આ અંગે પાયલે તેનાં ટ્વિટર અકાઉન્ટ પર માહિતી આપી છે. અને બૂંદી પોલીસે પણ પાયલની અટકાયત કરી હોવાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો- Jamia Protestનો વીડિયો like કર્યા પછી અક્ષ્ય કુમારને ભૂલ સમજાઈ, માંગી માફી

પાયલે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુ અને તેમનાં પિતા મોતીલાલ નેહરુ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે રવિવારે તેની અટકાયત કરી લેવામાં આવી હતી. આજે સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેને 8 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.યુવા કોંગ્રેસ નેતા ચર્મેશ શર્મા દ્વારા તેનાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યાનાં આધારે પાયલ રોહતગી વિરુદ્ધ IT અધિનિયમની કલમ 66 અને 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- કબીર સિંહનાં એક સિનને કારણે અસહજ થઇ ગઇ હતી કિયારા, છેક હવે કર્યો ખુલાસો

પાયલ રોહતગી ટ્વટિ કરતાં લખે છે કે, 'મારા મોતી લાલ નેહરુ પર બનાવવામાં આવેલાં એક વીડિયો માટે રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરી છે. શું અભિવ્યક્તિની આઝાદી એક મજાક છે.'
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर