વકીલ સાથે પોલીસ સ્ટેશન પહોંચી પાયલ ઘોષ, બોલી- 'અનુરાગ કશ્યપને કરો અરેસ્ટ, નહીં તો..'

News18 Gujarati
Updated: September 27, 2020, 6:10 PM IST
વકીલ સાથે પોલીસ સ્ટેશન પહોંચી પાયલ ઘોષ, બોલી- 'અનુરાગ કશ્યપને કરો અરેસ્ટ, નહીં તો..'
પાયલ ઘોષ, એક્ટ્રેસ

ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર આરોપ લગાવનારી એક્ટ્રેસ પાયલ ઘોષ (Payal Ghosh) તેનાં વકીલ નીતિન સાતપુતેની સાથે વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી છે. પાયલ ઘોષનું કહેવું છે કે, જો પોલીસે અનુરાગની ધરપકડ ન કરી તો તે ધરણાં પર બેસી જશે.

  • Share this:
મુંબઇ: ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આરોપ લગાવી ઇન્ડસ્ટ્રીમાં ખલબલી મચાનારી એક્ટ્રેસ પાયલ ઘોષ (Payal Ghosh) પોતાનાં વકીલ નીતિન સાતપુતેની સાથે વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી છે. પાયલ ઘોષે અનુરાગ કશ્યપને અરેસ્ટ કરવાની માંગણી ઉઠાવી છે. એક્ટ્રેસનું કહેવું છે કે, જો પોલીસે અનુરાગને અરેસ્ટ ન કર્યો તો તે ધરણાં પર બેસી જશે. આ પહેલાં એક્ટ્રેસ અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં પોલીસ સ્ટેશન પહોંચી હતી. પણ હાલમાં ઘણી કાર્યવાહી નથી થઇ. જેને કારણે એક્ટ્રેસે મુંબઇ પોલીસનાં વલણ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.

એવામાં પાયલ ઘોષે વકીલ સાથે ફરીથી વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી છે. જ્યાં તેને અનુરાગ કશ્યપની બને એટલી જલદી ધરપકડ કરવાની માંગ ઉઠાવી છે. આ સાથે જ એક્ટ્રેસે અનુરાગની ધરપકડ ન કરવામાં આવી તો ધરણા પર બેસવાની માંગ કરી છે.

એક્ટ્રેસ તેની ટ્વિટમાં કહે છે કે, 'હું એક અપરાધીનાં વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. જે અંગે બીજા લોકો પણ આ જ ધારણાં રાખે છે. પણ, મને જ લપેટામાં લેવામાં આવી રહી છે. મને જ સવાલો કરી રહ્યાં છે. તો આરોપી ઘરમાં બેસીને આરામ કરી રહ્યાં છે. શું મને ન્યાય મળશે.'ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાયલ ઘોષે સોશિયલ મીડિયા પર અનુરાગ કશ્યપ વિરુદ્ધ ઘણાં ગંભીર આરોપો લગાવ્યાં હતાં. એક્ટ્રેસે ટ્વિટ કરતાં ડિરેક્ટર પર આરોપ લગાવ્યો હતો કે, તેણે દારુનાં નશામાં તેની સાથે બળજબરી કરી હતી. પાયલ ઘોષનાં આ આરોપો પર અનુરાગે સ્પષ્ટતા પણ આપી હતી અને સાથે જ એક્ટ્રેસ વિરુદ્ધ લીગલ એક્શન લેવાની વાત પણ કરી છે.
Published by: Margi Pandya
First published: September 27, 2020, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading