Home /News /entertainment /એજાજ ખાન સાથે પવિત્ર પુનિયાએ ગુપચુપ રીતે કરી લીધી સગાઈ? એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી એક્ટ્રેસે

એજાજ ખાન સાથે પવિત્ર પુનિયાએ ગુપચુપ રીતે કરી લીધી સગાઈ? એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી એક્ટ્રેસે

એક્ટ્રેસ એન્ગજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી

ટીવી દુનિયાના પોપ્યુલર કપલ એજાજ ખાન (Eijaz Khan) અને પવિત્ર પુનિયા (Pavitra Punia) એક વખત ફરીથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. પવિત્રાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. ફોટોમાં તે સગાઈની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

વધુ જુઓ ...
    ટીવી દુનિયાના પોપ્યુલર કપલ એજાજ ખાન (Eijaz Khan) અને પવિત્ર પુનિયા (Pavitra Punia) એક વખત ફરીથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. પવિત્રાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. ફોટોમાં તે સગાઈની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેનો આ ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર અટકળો લગાવવામાં આવી રહી છે કે કપલે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે. જો કે, હજી સુધી બંનેએ પોતાની સગાઈની વાતને સત્તાવાર રીતે જાહેર નથી કરી.

    તમને જણાવી દઈએ કે, એજાજ ખાન-પવિત્ર પુનિયાની લવ સ્ટોરી ‘બિગ બોસ 14’ના ઘરમાં શરૂ થઈ હતી. કપલને હંમેશાં એક બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા અને મજાક મસ્તી કરતા જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, કપલ લાંબા સમયથી એકબીજા સાથે લિવ ઈન રિલેશનશિપમાં છે.

    આ પણ વાંચોઃ મેરિલીન મુનરોથી લઈને પરવીન બાબી સુધીની આ અભિનેત્રીઓ જીવનમાં ખૂબ દુઃખી હતી, અંતિમ શ્વાસ સુધી નહોતો મળ્યો પ્રેમ

    પવિત્ર પુનિયાની તસવીર વાયરલ


    વાત કરીએ પવિત્ર પુનિયાની લેટેસ્ટ ફોટોની તો, તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર શેર કરી છે, જેમાં તે સુંદર ડાયમંડ રિંગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરને શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, ”શું??”. તસવીરમાં એક્ટ્રેસના ચહેરાની ખુશી જોવા મળી રહી છે. પવિત્રાનો આ ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે અને અટકળો લગાવવામાં આવી રહી છે કે તેણે એજાજ ખાન સાથે સગાઈ કરી લીધી છે. જો કે, કપલ આ અટકળો પર હજી પણ મૌન છે.




    નજીકના સૂત્રોએ સગાઈ વિશે સમચારા જણાવ્યા


    કપલની સગાઈને લઈને હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં નજીકના સૂત્રોના અનુસાર, એજાજ ખાને પવિત્ર પુનિયાને સરપ્રાઈઝ આપવા માટે આ પ્લાન બનાવ્યો હતો. જેના વિશે પવિત્રાને બિલકુલ ખબર નહોતી. સૂત્રોના અનુસાર, એજાજે 4 ઓક્ટોબર એટલે કે સોમવારના દિવસે તેને આ સરપ્રાઈઝ આપી હતી. તસવીર શેર કર્યા પછી પવિત્રા સગાઈ વિશે વાત કરવા નથી માગતી. તે સાથે જ તેણે પોતાની ટીમને સગાઈને લઈને કોઈને વાત અથવા કમેન્ટ ન કરવાની અપીલ કરી છે. જો કે કપલ પોતાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन