એજાઝ ખાન સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે પવિત્રા પુનિયા? જાણો શું બોલી એક્ટ્રેસ

PHOTO: pavitrapunia/Instagram)

બિગ બોસ 14 (Bigg Boss 14) દરમિયાન પવિત્રા પુનિયા (Pavitra Punia) અને એજાઝ ખાન (Eijaz Khan)ની નજદીકિયા ખૂબ જ ચર્ચામાં હતાં. બંને શોથી બહાર આવ્યા બાદ પણ ચર્ચામાં હતાં. બિગ બોસ 14 (Bigg Boss 14) ફેઇમ આ જોડી આ વર્ષે ડિસેમ્બર સુધી લગ્નનાં બંધનમાં બંધાઇ શકે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ (Bigg Boss)નાં દરેક સીઝનમાં કોઇને કોઇ નવી જોડી જરૂર બની જાય છે. આ સીઝનમાં એજાઝ ખાન (Eijaz Khan) અને પવિત્રા પુનિયા (Pavitra Punia)નાં દિલ મળી ગયા છે. અને બંને તેમનાં સંબંધોમાં આગળ વધી રહ્યાં છે. બંનેને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવે છે. હાલમાં બંનેનાં લગ્નની ખબરો ચર્ચામાં છે. ખબર છે કે બિગ બોસ 14 (Bigg Boss 14) ફેઇમ આ જોડી વર્ષ ડિસેમ્બર સુધીમાં લગ્નનાં બંધનમાં બંધાઇ શકે છે. જેનાં પર પવિત્રા પુનિયાએ પ્રતિક્રિયા આપી છે.  પવિત્રાએ શુક્રવારે એક પેરાઝીએ તેન એઝાઝ સાથે લગ્ન અંગે સવાલ કર્યો હતો. જેનાં જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, બંને જ્યારે પણ લગ્ન કરશે સૌથી પહેલાં ઇન્વિટેશન કાર્ડ મોકલશે. પણ જ્યાં સુધી તેમને કાર્ડ નહીં મળે ત્યાં સુધી લગ્ન પર સસ્પેન્સ રહે તે જ યોગ્ય છે. એક્ટ્રેસ મુજબ, બંને લગ્ન કરવાં માંગે છે. પણ આ પહેલાં તેઓ તેમનાં કામ પર ફોકસ કરવાં ઇચ્છે છે, તેથી તેમની આર્થિક સ્થિતૢ મજબૂત થઇ શકે.

  PHOTO: pavitrapunia/Instagram)


  આ ઉપરાંત પવિત્રા પુનિયાએ બાળકો પર પણ વાત કરી હતી. અને કહ્યું કે, 'ખર્ચા બહુ છે. અને તે માટે પૈસા જોડવા પડે છે. અમારે હજું કામ કરવાનું છે. પૈસા કમાવવાનાં છે.અને બાદમાં લગ્ન અને બાળકો અંગે વિચારીશું.' આ પહેલાં પવિત્રા અંગે વાત કરતાં એજાઝ ખાને કહ્યું હતું કે, 'કોઇ અંગે જાણવા માટે બિગ બોસ હાઉસથી ઉત્તમ કોઇ જગ્યા નથી. પવિત્રા માટે કહેવામાં આવે છે કે, તે એક તેજ યુવતી છે. પણ તે સોફ્ટ હાર્ટેડ પણ છે. મને લાગે છે કે જે યુવતીઓને હું જાણું છું તે તમામમાં સૌથી વધુ કેરિંગ છે.'
  Published by:Margi Pandya
  First published: