Home /News /entertainment /

Exclusive: મેલ એસ્કોર્ટ કંપનીની ઓફિસથી ભરાયું હતું સની લિયોનનું PHEDનું ફોર્મ

Exclusive: મેલ એસ્કોર્ટ કંપનીની ઓફિસથી ભરાયું હતું સની લિયોનનું PHEDનું ફોર્મ

ફોર્મમાં આપેલી માહિતી અનુસાર સનીએ મેટ્રિકની પરીક્ષા 'પોર્ન પટના'થી 90 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે

ફોર્મમાં આપેલી માહિતી અનુસાર સનીએ મેટ્રિકની પરીક્ષા 'પોર્ન પટના'થી 90 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે

    પટના: બિહારનાં પટનાથી એક મોટી ખબર સામે આવી છે. બિહાર પબ્લિક હેલ્થ એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED)ની જૂનિયર એન્જીનિયર (JE)ની મોરિટ લિસ્ટમાં ટોપ આવી બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને લઇને મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે, સની લિયોનનાં નામથી દિલ્હી સ્થિત પ્લે બોય સર્વિસ આપતી એક મેલ એસ્કોર્ટ કંપનીની ઓફિસ માંથી ફોર્મ ભરવામાં આવ્યું હતું. પોર્મમાં સની લિયોન અંગે અશ્લીલ માહિતી આપવામાં આવી હતી.

    PHEDનાં સંવિદા પર જૂનિયર એન્જિનિયર્સને 214 પદ પર નિયુક્તિ કરવા અંગે ઓનલાઇન આવેદન માંગવામાં આવ્યું હતું અને અંકોની તપાસ કર્યા બાદ સની લિયોનનાં નામ પર ફોર્મ ભરવા પર અશ્લીલ જાણકારી આપવામાં આવી હતી. ફોર્મમાં આપેલી જાણખારી અનુસાર સનીનાં મેટ્રિકની પરીક્ષા 'પોર્ન પટાકા' થી 90 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે. તેને ડિપ્લોમા 'SBTE' નામની સંસ્થાથી 98 ટકા માર્ક્સ સાથે પાસ કર્યુ હતું.

    ફોર્‌મમાં અનુભવ સેક્શનમાં 'પોર્ન બોર્ડ ઓફ USA'થી 'હાવડા બ્રિજ ડેઝિગ્નેશન'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોબનાં નેચરમાં પણ 'પોર્ન બોર્ડ ઓફ યૂએસએ' લખવામાં આવ્યું હતું. એડ્રેસ ફક્ત પટનાનું ભરવામાં આવ્યું હતું જેમાં ગામ એશાપુર, પટના પિનકોડ 800007 લખવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે આ મામલે સની લિયોને પણ ટ્વિટ કરી હતી. બોલિવૂડએક્ટ્રે સની લિયોને તેનાં નામની ઉમેદવારનાં ટોપ કરવાથી ટ્વિટ કરી હતી કે, 'હા.. હા.. હું ખુબજ ખુશ છુ કે અન્ય સનીએ આટલો સારો સ્કોર કર્યો છે.'



    ઉલ્લેખનીય છે કે, બિહારથી લોક સ્વાસ્થ્ય અભિયંત્રણ વિભાગ (PHED) માટે જૂનિયર એન્જીનિયર પદ માટે જાહેર મેરિટ લિસ્ટ ગત દિવસોમાં જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ લિસ્ટ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ખરેખરમાં આ પરીક્ષામાં સની લિયોન નામની ઉમેદવાર 98.50 ટકા સાથે ટોપર બની હતી. સની લિયોનનાં નામથી બિહારમાં જૂનિયર એન્જીનિયરનાં જોબ માટે ઓનલાઇન આવેદન ભરવામાં આવ્યું હતું. આ મામલો ઉજાગર થયા બાદ સિસ્ટમનાં હોશ ઉડી ગયા છે. હાલમાં આખો મામલો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Company office, Exclusive, Mail escort, Patna, Sunny Leoni

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन