Bihar Election 2020 : બિહારમાં મનોજ તિવારીનું હેલિકોપ્ટર હવાઇ દુર્ધટનાગ્રસ્ત થતા માંડ માંડ બચ્યું

News18 Gujarati
Updated: October 29, 2020, 5:45 PM IST
Bihar Election 2020 : બિહારમાં મનોજ તિવારીનું હેલિકોપ્ટર હવાઇ દુર્ધટનાગ્રસ્ત થતા માંડ માંડ બચ્યું
મનોજ તિવારી

તમને જણાવી દઇએ કે હાલ બિહારમાં ચૂંટણી ચાલી રહી છે અને ભાજપના સાંસદ મનોજ તિવારી, ભાજપના સ્ટાર પ્રચારકમાંથી એક છે.

  • Share this:
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગુરુવારે સવારે જ એક મોટી હવાઇ દુર્ધટના (Air Accident) થતા રહી ગઇ. ભારતીય જનતા પાર્ટીના સાંસદ (BJP MP) અને ભોજપુરી સ્ટાર (Bhojpuri Star) મનોજ તિવારી (Manoj Tiwari)નું હેલિકોપ્ટર (Helicopter) ઉડ્ડાન ભર્યા પછી હવામાં ક્ષતિગ્રસ્ત થયું. જેના કારણે તે દુર્ધટનાગ્રસ્ત થતા બચ્યુંય હાલ મનોજ તિવારી પટના એરપોર્ટ (Patna Airport) પર છે.

આ પહેલા પણ પટના એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) નું હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થઇ ગયું હતું. પણ તે પહેલા તે હેલિકોપ્ટરથી ઉતરી ચૂક્યા હતા.

પ્રાપ્ત જાણકારી મુજબ ગુરુવારે સવારે 10:50 વાગે મનોજ તિવારી પટના એરપોર્ટથી ચૂંટણી પ્રચાર માટે બેતિયા માટે હેલિકોપ્ટરથી રવાના થયા હતા. હેલિકોપ્ટરથી બેતિયા પહોંચે તે પહેલા જ હવામાં આ ટેકનિકલ ખરાબી થઇ હતી. આ કારણે તેમનો રેડિયોથી સંપર્ક તૂટી ગયો હતો.

અને તે બેતિયામાં લેન્ડ ના થઇ શક્યા. મનોજ તિવારેને લઇને આ હેલિકોપ્ટર પાછું પટના એરપોર્ટ પર રવાના થયું. પણ અહીં પણ તે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક ના કરી શક્યો. આ કારણે હેલિકોપ્ટર હવામાં અડધા કલાક સુધી ઉડતું રહ્યું. તે પછી એર ટ્રાફિક કંટ્રોલથી તેનો સંપર્ક થયો અને તેને સેફ લેન્ડિંગ કરાવવામાં આવી.

સાંસદ મનોજ તિવારીના લીગલ એડવાઇઝરે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આને બેતિયામાં લેન્ડ કરવાનું હતું. પણ સંપર્ક તૂટી ગયા પછી 40 મિનિટ સુધી હેલિકોપ્ટરમાં તે ફ્લાઇટ કરતા રહ્યા. પણ પછી ટેક્નિકલ રેડિયો ફેલિયરના કારણે મનોજ તિવારીનું હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ હેઠળ પટના એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું.

વધુ વાંચો : Photos : 'આ મારી મૃત પ્રેમિકા છે' કહીને યુવકે ઝેરી નાગણ સાથે લગ્ન કર્યાતેમણે કહ્યું કે આવું પહેલીવાર હતું જ્યારે કોઇ હેલિકોપ્ટર પ્રસ્થાન ક્ષેત્રની ઉપર આવી અનેક રાઉન્ડના ચક્કર લગાવવા પડ્યા. પહેલા તો એરપોર્ટ એથોરિટીની કંઇ સમજાયું નહીં પણ તે પછી તમામ ફ્લાઇટની અવર જવર રોકી દેવામાં આવી. અને પછી હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. હેલિકોપ્ટરમાં મનોજ તિવારી સિવાય નીલકંઠ બખી પણ હાજર હતા.

તમને જણાવી દઇએ કે હાલ બિહારમાં ચૂંટણી ચાલી રહી છે અને ભાજપના સાંસદ મનોજ તિવારી, ભાજપના સ્ટાર પ્રચારકમાંથી એક છે.જો કે હાલ તે સકુશળ છે.
Published by: Chaitali Shukla
First published: October 29, 2020, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading